________________
૪ ]
અનેક તીર્થોદ્ધારક, મંત્રી–બાંધવ કલ્યાણસાગરસૂરિએ વ્યાખ્યાનમાં શ્રી શત્રુંજય તીર્થના મહિમાનું વિસ્તારથી વર્ણન કર્યું. એમની દેશના સાંભળીને વદ્ધમાન શાહે વ્યાખ્યાન બાદ ગુરુને કહ્યું કે “આપશ્રીએ ઉપદેશેલા તીર્થ–મહાભ્યના વર્ણનથી શ્રી શત્રુંજ્યતીર્થની સંઘ સહિત યાત્રા કરવાના હૈયામાં કોડ જાગ્યા છે” ગુરુએ એમની ભાવનાની અનુમોદના કરી. પદ્મસિંહ શાહે પણ ઊભા થઈને સકળ સંઘને સંબોધીને તીર્થયાત્રામાં સૌને ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ આપ્યું. બેઉ બાંધવેએ સાથે મળીને સૂરિને પણ નિમંત્રણ આપ્યું એમની ઉચ્ચ ભાવનાએ સૌના હૃદયમાં અહોભાવ જગાડ્યો.
ઘેર આવીને શ્રેષ્ઠીવર્યોએ તીર્થ સંઘ માટે ઉમંગપૂર્વક શિઘ તૈયારી આરંભી. ગામેગામ કંકેત્રિીઓ પાઠવવામાં આવી. લાલનવંશજોને નિમંત્રણ આપવા માટે ખાસ માણસોને પાઠવવામાં આવ્યા. એમના આગ્રહને માન આપીને અનેક સંઘે દૂર દૂરથી ઉલટભેર ભદ્રાવતીમાં આવવા લાગ્યા. ધાર્યા મુજબ બધું પાર પડયું. વિ. સં. ૧૬૫૦ માં ભદ્રાવતીથી પ્રયાણ કરીને બન્ને બાંધવે સંઘ સહિત દરિયામાગે જામનગના નાગના બંદરે પધાર્યા. એ દરમિયાન કલ્યાણસાગરસૂરિ પણ પિતાના શિષ્ય પરિવાર સાથે રણમાગે વિહાર કરીને નાગના બંદરમાં પધાર્યા. સંઘને ખરે પ્રારંભ અહીંથી થયે.
જામનગરમાં મહારાજા જશવંતસિંહે સંઘનું સામૈયું કર્યું. સંઘપતિઓએ રાજાને નજરાણામાં રેશમી પિશાક, આભૂષણદિનું કીંમતી ભેટશું ધર્યું. રાજાએ પ્રસન્ન થઈને કશુંક માગવાનું કહ્યું. એટલે એમણે એક સે હથિયારબંધ સુભટો સંઘના રક્ષણાર્થે માગ્યા. રાજાએ એમની માગણી
મંજૂર કરી અને એવું વચન માગ્યું કે સંઘપતિઓએ યાત્રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com