________________
વમાન-પસિંહ શાહ બાદ જામનગરમાં નિવાસ કરીને વ્યાપાર કર. રાજાએ ખાત્રી આપી કે કચ્છના મહારાવ લે છે તેથી અડધી જકાત જ તેમની પાસેથી લેવામાં આવશે, તેમજ રાજ્ય તરફથી તેમને
સવલત પણ આપવામાં આવશે. સંઘપતિઓએ રાજાની માગણી સ્વીકારી લીધી. આથી હર્ષિત થઈને રાજાએ એમને શોભતો પિશાક આપે.
જામનગરથી સંઘે વાજતે-ગાજતે પ્રયાણ કર્યું ત્યારે તેમાં ૫૦૦ રથ, ૭૦૦ ગાડાં, ૯૦૦ ઘોડા, પ૦૦ ઊંટ, ૧૦૦૦ ખશ્ચર, ૯ હાથી, ૨૦૦ રઈઆ, ૧૦૦ કંદોઈ, ૧૦૦ વાણંદ, ૧૫૦ તંબુ ખેડવાવાળા, ૧૦૦ નતકો, ગવૈયા, અને વાજાવાળા, ૧૦૦ ચારણ, ૨૦૦ સાધુઓ અને ૩૦૦ સાધ્વીએ મળીને પંદર હજાર માણસો હતાં. સંઘને મેખરે ચાલતા રૂપાના રથમાં શ્રી શાંતિનાથપ્રભુની પ્રતિમાને બિરાજિત કરવામાં આવી હતી. સંઘપતિઓના હાથી ઉપર સુવર્ણમય ઝરૂખ હતો.
એકાદ માસ બાદ સંઘ શ્રી શત્રુતીર્થની તળેટીમાં આવી પહોંચે. શત્રુજીનદીને કિનારે તંબુએ ઊભા કરીને ત્યાં સંઘે પડાવ નાખે. ગિરિપૂજન કરીને સકળ સંઘ ગિરિરાજ ઉપર ચડ્યો. ત્યાં ભવ્ય જિનમંદિરની શ્રેણી જોઈને સૌ આનંદ પામ્યાં. તીર્થનાયકના દર્શનથી પાવન થઈને સંઘપતિઓ કૃતકૃત્ય થયા. તેમણે શ્રી ઋષભદેવ પ્રભુને સોના રૂપાનાં ફૂલેથી વધાવ્યા, સેવાપૂજા કરી, યાચકોને ઘણું દાન આપ્યું તથા સાતે ક્ષેત્રે ઘણું ધન ખરચ્યું.
કલ્યાણસાગરસૂરિએ સંઘપતિઓને ગિરિરાજ ઉપર મહારાજા સંપ્રતિ, રાજર્ષિ કુમારપાલ, મંત્રીવ વસ્તુપાલ-તેજ
પાલ, વિમલમંત્રીશ્વર વગેરે મહાનુભાવોએ બંધાવેલા જિનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com