SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક તીર્થોદ્ધારક, મંત્રી–બાંધવ પ્રાસાદે બતાવીને તેમને પણ આવા કીર્તિસ્તંભે નિર્માણ કરવાની પ્રેરણા આપી. એમના ઉપદેશથી સંઘપતિઓએ વિ. સં. ૧૯૫૦ ના માગશર વદિ ૯ ના દિને શુભ મુહૂર્તમાં બે શિખરબંધ જિનાલ બંધાવવા માટે ખાતમુહૂર્ત કર્યું. સંઘમાં પધારેલા રાજસીશા નાગડાએ પણ માગશર વદિ ૧૩ના દિને ખાતમુહૂર્ત કરીને જિનાલયને પાયે નાખે. આ બધી યાદગાર ઘટનાઓથી સૌ રોમાંચ અનુભવતા હતા. એ શતકની શકવર્તી ઘટનાઓમાં પ્રસ્તુત સંઘનું સ્થાન પણ છે. સંઘપતિઓએ ત્યાં અષ્ટાદ્ધિક મહોત્સવ કર્યો. ત્યાર બાદ ગિરિરાજની પ્રદક્ષિણા કરી. હસ્તિગિરિ, કદમ્બગિરિ, ચિલ્લણસરોવર આદિ તીર્થભૂમિનું મહાભ્ય સૂરિએ તેમને સમજાવ્યું. ત્યાર બાદ શત્રુંજી નદીમાં સ્નાન કરીને સૌ યાત્રિકોએ પોતાના આત્માને પવિત્ર કર્યો. આવી રીતે પંદર દિવસ સુધી સંઘ ત્યાં રહ્યો. ત્યાર બાદ ત્યાંથી પ્રયાણ કરીને સૌ જામનગર પાછા ફર્યા. જામ જશવંતસિંહજીએ મેટા આડંબરથી સંઘને પ્રવેશ મહત્સવ કર્યો. સંઘપતિઓએ રાજાને પાંચ હજાર સેના મહોરથી ભરેલે થાળ ભેટ ધર્યો. રાજાએ પ્રસન્ન થઈને સંઘપતિઓને વરે તથા આભૂષણદિનો શિરપાવ આપે. સંઘપતિઓએ સંઘમાં ઉપસ્થિત રહેલા સૌને પહેરામણિ આપીને સંઘને ત્યાંથી વિસર્જિત કર્યો. આ સંઘમાં તેમણે સર્વે મળીને બત્રીસ લાખ કેરીને ખર્ચ કર્યો. રાજાના આગ્રહથી વદ્ધમાન–પદ્ધસિંહ શાહ પોતાના કુટુંબ સાથે જામનગરમાં જ વ્યાપારાથે રહ્યા. તેમની સાથે નોકરીમાં રહેલા પાંચ હજાર ઓશવાળે પણ ત્યાં જ વસ્યા. રાજાએ આપેલી સગવડાને લીધે ચરિત્રનાયકના વચટ ભાઈ ચાંપશી શાહ, રાજસીશા નાગડા આદિ મેટા વેપારીઓ પણ જામShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy