________________
બની છે . વાત્ર થયા ભાઈએ
વમાન-પદ્ધસિંહ શાહ
[ ૭ નગરમાં કાયમી વસવા પ્રેરાયા. જામનગરને વ્યાપારનું મથક બનાવવાની રાજાની નેમ હતી. તેમાં સફળતા મળતાં રાજ્યની આબાદીમાં ઘણું વધારે થયે. વદ્ધમાન શાહ અને પદ્મસિંહશાહ મહારાજા જશવંતસિંહના પ્રીતિપાત્ર થયા. પાછળથી તેમને રાજ્યના મંત્રીપદે સ્થાપવામાં આવ્યા. બન્ને ભાઈઓ વ્યાપારમાં ખૂબ કમાયા તથા રાજ્યને પણ આર્થિક રીતે સબળ બનાવ્યું. એમની રાજકીય કારકિર્દી પણ નોંધનીય હતી.
પદ્મસિંહ શાહની પત્ની કમલાદેવી ઘણું બુદ્ધિવાન અને ચતુર સન્નારી હતી. તેણીએ બેઉ બાંધવને એક દિવસે કહ્યું કે“લક્ષ્મીનો સ્વભાવ હંમેશાં ચંચળ છે. માટે આપ તેને ધર્મકાર્યોમાં વાપરીને આપની કીર્તિ ચિર–સ્થાયી કરે.” કમલાદેવીની પ્રેરણાથી ચરિત્રનાયકોએ જામનગરમાં વિશાળ જિનપ્રાસાદ બંધાવવાનો મનોરથ કર્યો. કલ્યાણસાગરસૂરિને વિનંતીપત્ર પાઠવીને તેમને જામનગરમાં તેડાવવામાં આવ્યા. એમની ભાવના જાણીને સૂરિ પણ ત્યાં સત્વરે પધાર્યા, અને શુભ મુહૂર્ત જોઈ આપ્યું. | દશ હજાર સોનામહોર જામસાહેબને આપીને જિનાલય માટે વિશાળ જમીન પ્રાપ્ત કરવામાં આવી. વિ. સં. ૧૬૬૮ ના શ્રાવણ શુદિ ૫ ના દિને તેને પાયે નાખવામાં આવ્યું. ખાતમુહૂર્ત પ્રસંગે બન્ને ભાઈઓએ ઘણું ધન ખરચીને સ્વામીવાત્સલ્ય કર્યું, તેમ જ યાચકને છૂટે હાથે દાન આપ્યું. જિનપ્રાસાદ બંધાવવા માટે કચ્છમાંથી એક સો કુશળ સેલા ટોને તથા પાંચ સે સહાયકને ખાસ જામનગરમાં તેડાવવામાં આવ્યા. એ કાળે કચ્છના સ્થપતિઓ વખણાતા હતા. વાસ્તુશાસ્ત્રમાં તેમણે ભારે પ્રવીણતા પ્રાપ્ત કરેલી.
વદ્ધમાન શાહની પત્ની નવરંગદેવી તથા પદ્ધસિંહ શાહની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com