________________
અનેક તીર્થોદ્ધારક, મંત્રી-બાંધવ પત્ની કમલાદેવી એ બેઉ દેરાણું–જેઠાણીએ જિનાલયના નિર્મા ણમાં ઘણો રસ લીધો. તેઓ કારીગરે અને સલાટોને વ, દ્રવ્ય, વાસણ આદિ ઈનામ રૂપે આપીને તેમને ઉત્સાહિત કરતાં. આઠ વર્ષો સુધી જિનાલયનું કામ ચાલ્યું. અંતે બેનમૂન સ્થાપત્યની રચના થઈ.
વિ. સં. ૧૬૭૫ માં શ્રી શત્રુંજયગિરિ ઉપર વદ્ધમાનશાહના જિનાલયનું કામ પૂર્ણ થતાં તેની કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરવામાં આવી. વૈશાખ શુદિ ૩ ને બુધવારે ૨૦૪ પ્રતિમાઓની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા સંપન્ન થઈ પદ્મસિંહ શાહના જિનાલયનું મૂલ શિખર અપૂર્ણ હોવાથી બીજી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. વિદ્ધમાન શાહે એમના જિનાલયમાં મૂલનાયક તરીકે શ્રી શાંતિનાથપ્રભુની પ્રતિમાજીને બિરાજિત કરી. બેઉ જિનાલમાં ચરિત્રનાયકેએ ત્રણ લાખ વીશ હજાર મુદ્રિકાઓનો ખર્ચ કર્યો.
બીજે વર્ષે પદ્ધસિંહ શાહના જિનાલયનું કામ સંપૂર્ણ થતાં વિ. સં. ૧૬૭૬ ના ફાગણ શુદિ ૨ ને શુકવારે પદ્મસિંહ શાહ જામનગરથી ભરત ચક્રવર્તિના સંઘ જે માટે સંઘ કાઢીને પાલિતાણા પધાર્યા. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી એમણે પિતાના જિનાલયમાં વૈશાખ શુદિ ૩ ને બુધવારે શ્રી શ્રેયાંસનાથ પ્રભુના જિનબિંબને મૂલનાયકપદે પ્રતિષ્ઠિત કર્યું.
આ જિનાલયને વિસ્તૃત શિલાલેખ એમના વંશવૃક્ષ સંબંધમાં માહિતીપૂર્ણ વિગતોથી નિબદ્ધ છે. તેમાં ચરિત્ર નાયકોને ગંભીરતામાં સમુદ્ર જેવા, દાનમાં કુબેર જેવા, તથા સમ્યક્ત્ત્વમાં શ્રેણિક રાજા જેવા કહ્યા છે. વિશેષમાં જણાવાયું છે કે તેમને રાજા, તેમ જ પિતાની જ્ઞાતિ તરફથી બહુમાન મળ્યું હતું, રાજાએ તેમને મંત્રીપદે સ્થાપેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com