________________
વર્ધમાનપદ્મસિંહ શાહ
ચરિત્રનાયકોએ પાંચસો એક પ્રતિમાઓની પ્રતિષ્ઠા બે વાર કરાવેલી. સૌ પ્રથમ વિ સં. ૧૬૭૬ ના વૈશાખ શુદિ ૩ ને બુધવારે, તથા બીજી વિ. સં. ૧૬૭૮ ના વૈશાખ શુદિ ૫ને શુક્રવારે જામનગરમાં. ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિ એ બને પ્રસંગોએ ઉપસ્થિત રહેલા. જામનગરમાં પ્રતિષ્ઠામહાત્સવ ધામધૂમથી ઉજવાયે બને ભાઈઓએ યાચકને ઘણું ધન આપ્યું, અનેક સ્વામીવાત્સલ્ય કર્યા.
જામનગરના જિનાલયમાં મૂલનાયક તરીકે શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાને બિરાજિત કરવામાં આવી. કહેવાય છે કે કઈ ખલ પુરુષે સલાટોને લાંચ આપવાથી આ વિશાળ જિનપ્રાસાદનું શિખર નક્કી થયા મુજબ ઊંચુ થયું નહિ. વળી ભમતીના બને ચૌમુખ પ્રાસાદનાં શિખરો તથા તેની આસપાસના ઉપરના ભાગના ઝરૂખાવાળા રંગમંડપ, શિખરે વગેરે પણ અપૂર્ણ જ રહ્યાં. આ જિનપ્રાસાદમાં ચરિત્રનાયકેએ સાત લાખ મુદ્રિકાઓને ખર્ચ કર્યો. જામનગરનાં નમૂનેદાર સ્થાપત્યામાં આ જિનાલયની ગણના થાય છે.
| જિનાલયની શિલાપ્રશસ્તિના શિરોભાગમાં “જામ શ્રી લક્ષ રાયે” એમ લખાયું છે. તેમાં જામ જશાજીની મહત્તા, તેમ જ જામનગરનું સુંદર વર્ણન પણ છે. તેમાં સંઘપતિઓનું વંશવૃક્ષ આ પ્રમાણે છે. સિંહજી-હરપાલ–દેવાનંદ-પર્વતવછુ-અમરસિંહ અને તેના વદ્ધમાન, ચાંપશી અને પદ્મસિંહ. એમના પૌત્રનાં નામે પણ તેમાં છે શ્રી શત્રુંજયની શિલાપ્રશસ્તિમાં આ વંશવૃક્ષમાં થોડે ફેરફાર છે, કદાચ સલાટેના પ્રમાદ–દોષને લીધે હેય.
ઉપર્યુક્ત પ્રતિષ્ઠાઓ બાદ બન્ને ભાઈઓએ હાલાર અંતગત મોડપુર તથા છીકારીમાં પણ કલ્યાણસાગરસૂરિના ઉપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com