________________
૧૦ ]
અનેક તીર્થોદ્ધારક, મંત્રી ઓધવ દેશથી જિનાલય બંધાવીને તેની પ્રતિષ્ઠાઓ કરી. ચરિત્રનાયકના વચટ બંધુ ચાંપશી શાહે પણ જામનગરમાં જિનપ્રાસાદ બંધાવવાનો આરંભ કરેલે, કિન્તુ દૈવયોગે કાર્ય અપૂર્ણ રહ્યું. જામનગરના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠી રાયસી શાહે અને તેના બંધુ નેણસી શાહે પણ એ અરસામાં ભવ્ય જિનાલય બંધાવ્યાં અને તીર્થસંઘે કાઢ્યા. જામનગરની તવારીખમાં એ સેકે સુવર્ણયુગ ગણાય છે.
વદ્ધમાન શાહ અને પદ્મસિંહ શાહની જાહેરજલાલી તથા રાજાની તેમના પ્રત્યેની પ્રીતિ જોઈને રાજ્યના ખજાનચી હડમત ઠકકરને એમના પર ઈર્ષા જાગી. કેઈ અણબનાવને કારણે પણ તેને વેર બંધાયું હોય. ગમે તેમ, ચરિત્રનાયકોને જામનગર છોડાવવા માટે ખજાનચીએ અગ્ર ભાગ ભજવ્યો એ તે ચોક્કસ છે. આ સંબંધમાં “વર્લ્ડમાન-પદ્ધસિંહ શ્રેણી ચરિત્ર”માં વિસ્તૃત વર્ણન છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે: એક વખતે ખજાનચીએ રાજકારેબાર માટે નવ હજાર કોરીની જરૂર હોવાનું કહીને ખજાનામાં સિલક ન હોવાથી ચરિત્રનાયકે પાસેથી એટલી રકમ ઉછીની મેળવવા માટે રાજા પાસે ચિઠ્ઠી કરાવી લીધી. પછી નવ હજારના આંકડામાં બે મીંડા ઉમેરીને નવ લાખ કેરીની એ ચિઠ્ઠી તેણે સાંજે વદ્ધમાનશાહને વખારે જઈને આપી. ચિઠ્ઠી વાંચીને વદ્ધમાન શાહ તો વિચારમાં પડી ગયા. એટલી મેટી સિલક તે એ વખતે એમની પાસે પણ નહોતી. રાજાની ચિઠ્ઠી, એટલે એનો અનાદર પણ કેમ થાય? વળી કેશાધ્યક્ષ રકમ મેળવ્યા વિના જાય એમ નહતું. રાજ્યની પ્રતિષ્ઠાને એણે હાઉ ઊભું કરેલું. એનું તર્કટ બન્ને ભાઈઓ સમજી ગયા. પદ્મસિંહ શાહ રાજા પાસે મસલત કરવા ઉપડ્યા. પરંતુ રાજા જનાનખાનામાં ચાલ્યા
ગયા હોવાથી એમને મળી શક્યા નહિ. ભટ્ટગ્રન્થોમાં ઉલ્લેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com