________________
[[ ૩
વર્ધમાન-પદ્ધસિંહ શાહ ચીન જવાના કેડ જાગ્યા. દશ હજાર કેરી ખરચીને તેમણે મેટું વહાણ ખરીદ્યુ. ઘઉં, કરિયાણું આદિ અડધા લાખ કેરીની કીંમતની ચીજ-વસ્તુઓ વહાણમાં ભરી, પિતાના વડીલ બંધુને સમજાવીને પદ્મસિંહ શાહે ચીનની સફરે પ્રયાણ કર્યું. ત્રણેક માસ બાદ તેઓ ચીનના કંતાન બંદરમાં પહોં
ચ્યા ત્યાં તેમણે બધે માલ વેચે. કંતાન બંદરના ધનાઢ્ય વેપારી યુલનચંગ સાથે તેઓ સંપર્કમાં આવ્યા. અને મિત્રો બન્યા. પૂલનચંગને પણ ભારત આવવાની ખૂબ ઈચ્છા હોવાથી પદ્ધસિંહ શાહે તેને વળતાં પિતાની સાથે લીધો, કંતાન બંદરમાંથી રેશમ, સાકર અને ત્યાંની અનેક ચીજ વસ્તુઓથી વહાણ ભરીને પોતાના મિત્ર સાથે તેઓ પુનઃ ક્ષેમકુશળ ભદ્રેશ્વરમાં આવી પહોંચ્યા. આ સફરથી તેઓ ઘણું કમાયા.
યૂલનચંગ એક માસ સુધી ભારતમાં રહ્યો. ભદ્રાવતીના વ્યાપારથી તે પ્રભાવિત થયે. વદ્ધમાન શાહ અને પદ્ધસિંહશાહની પ્રમાણિકતા જોઈને તેણે એમની સાથે વ્યાપાર કરારો કર્યા. ચીનથી રેશમ, સાકર વગેરે અને ભારતથી રૂ, અફીણ વગેરે વસ્તુઓ અરસ-પરસ મેકલાવવાનું એમની વચ્ચે નક્કી થયું.
વિ. સં. ૧૬૫૦ માં અંચલગચ્છાધિપતિ યુગપ્રધાન આચાર્ય કલ્યાણસાગરસૂરિ વિહરતા ભદ્રાવતી નગરીમાં પધાર્યા. વદ્ધમાન–પદ્ધસિંહ શાહે સૂરિને પ્રવેશત્સવ કર્યો. બેઉ બાંધવેને ભાગ્યરવિ એ વખતે મધ્યાહને તપતો હતો. ભદ્રાવતીના તેઓ સંઘાગ્રણીઓ બની ચૂક્યા હતા.
સૂરિ સાથેના સમાગમ બાદ એમના જીવનમાં અજબ પલટો આવ્યા. એમની ઉચ્ચ ધાર્મિક કારકિર્દીને અહીંથી પ્રારંભ થયો આ કારકિદીએ એમને મંત્ર વસ્તુપાલ અને તેજપાલ જેવી ઉજજવળ કીર્તિ અપાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
કામને કનેક