________________
શ્રી જયશેખરસૂરિ
[ ૧૧
રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં લેવાતી છૂટ ભગવતું પ્રાસયુક્ત ગદ્ય તે બોલી. માણિક્યસુંદર બેલીવાળા પ્રબંધને વાગ્વિલાસ એટલે બેસીને વિલાસ એવું નામ આપે છે.”
ગુજરાતના રાજા શંખની રાજસભામાં માણિજ્યસુંદરસૂરિ ગૌરવભર્યું સ્થાન પામ્યા હતા એ વિશે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. તેમના સમકાલીન તેમ જ એક જ સમુદાયના અન્ય ગ્રન્થકર્તા હતા. માણિજ્યશેખરસૂરિ, જેમણે જૈનાગામે પર સુંદર ગ્રન્થ રચ્યા. બેઉ સમાન નામધારક, તથા મેરુ તુંગસૂરિના શિષ્ય હોઈને સાંપ્રત વિદ્વાનેએ તેમને અભિન્ન ગણુને અનેક ગૂંચવાડાઓ પણ ઊભા કર્યા છે. સમાન નામધારક, તેમ જ એક જ સમુદાયમાં થઈ ગયેલા માણિજ્યકુંજરસૂરિ પણ એજ અરસામાં થઈ ગયા.
જયશેખરસૂરિ કૃત “જૈન કુમારસંભવ” નામક સંસ્કૃત મહાકાવ્ય પર ધર્મશેખરસૂરિએ વિ. સં. ૧૪૮૩ માં ટીકા રચી છે, તેઓ પણ જયશેખરસૂરિના શિષ્ય હતા. ગ્રન્થની પ્રશસ્તિ દ્વારા વિશેષમાં જાણી શકાય છે કે આ ટીકાનું સંશેધન માણિક્યસુંદરસૂરિએ કર્યું છે. માણિક્યસુંદરસૂરિએ મેરુતું ગસૂરિ કૃત “જૈન મેઘદૂત” કાવ્ય પર વિ. સં. ૧૪૯૧ માં શીલરત્નસૂરિએ રચેલ ટીકાનું પણ સંશોધન કરેલું. પ્રસ્તુત ધર્મશેખરસૂરિ ટીકાની રચના વખતે ગણિપદે હતા. વિ સં. ૧૫૦૯ માં તેઓ આચાર્ય–પદે હતા, એમ એ વર્ષે લખાએલી
ન દીસૂત્રવૃત્તિ” ગ્રન્થની પ્રત–પુષ્પિકા દ્વારા જાણી શકાય છે. ધર્મશેખરસૂરિના શિષ્ય ઉદયસાગરજી પણ ગ્રન્થકાર હતા.
જયશેખરસૂરિ કૃત “ઉપદેશચિન્તામણિ”ની ટીકાને પ્રથમાદ લખનાર માનતુંગ ગણિને કવિ–ચકવતિએ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com