________________
૧૨ ]
કવિ-ચક્રવર્તિ નાના ગુરુબધુ” (અનુજ) કહ્યા છે. સંભવ છે કે માનતુંગ ગણિ, જેઓ પાછળથી આચાર્યપદ-સ્થિત પણ થયેલા, તેમણે જયશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હોય.
જયશેખરસૂરિના શિષ્ય ઈશ્વરગણિ કૃત “શીલસન્ધી” નામક અપભ્રંશ ગ્રન્થ ઉપલબ્ધ થાય છે. જયશેખરસૂરિ નામના બીજા એક આચાર્ય તપાગચ્છની નાગપુરીયા શાખામાં રાજા હમીર (વિ. સં. ૧૩૦૧-૬૫)ના વખતમાં થયા છે. એટલે ઈશ્વરગણિ કેના શિષ્ય હતા તેને નિર્ણય કરે ઘટે છે
વિ. સં. ૧૪૯૩ ના અષાઢ શુદિ ૧૦ ને ગુરુવારે પ્રતિકિત થયેલી ધાતુમૂર્તિના લેખમાં શાંતિસૂરિએ “ભાવગુરુ” તરીકે જયશેખરસૂરિને ઉલ્લેખ કર્યો છે. જુઓઃ “અંચલગચ્છીય પ્રતિષ્ઠા-લેખ” લેખાંક ૫૪૩ લેખક્ત આચાર્યોનો નિર્ણય થઈ શક્તા નથી. કિન્તુ જયશેખરસૂરિ પાસે શાંતિસૂરિએ વિદ્યાભ્યાસ કર્યો હેઈને તેમનું ત્રણ સ્વીકારવા “ભાવગુરુ” કહેવાયા હોય એ ચક્કસ વાત છે. લેખમાં ગચ્છનું નામ પણ નથી, કિન્તુ સમયક્રમની, તેમ જ અન્ય દષ્ટિએ વિચારતાં ચરિત્રનાયકને જ તેમાં ઉલ્લેખ છે એમ અનુમાન થઈ શકે છે.
જયશેખરસૂરિના શિષ્ય વાચનાચાર્ય મેરુચન્દ્ર, જેમણે યવનપતિ દ્વારા બંદી થયેલા યતિઓને છોડાવ્યા હતા, તેમના વિશે પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મેરુચન્દ્રના આદેશથી વિરાટનગરીના મંત્રી પંચાયણે વૃત્તરત્નાકરની અવસૂરિ રચી. તેની પ્રશસ્તિમાં મંત્રી જણાવે છે કે તેમણે રઘુવંશ, કુમાર સંભવ, મેઘદૂત, કિરાત, માઘ, કલ્યાણ મંદિર, ભક્તામર, છરિકાપલ્લી પાર્શ્વ સ્તવ. લઘુ ત્રિપુરા સ્તોત્ર, વૃત્તરત્નાકર, વાભટ્ટાલંકાર, વિદગ્ધમુખમંડન, યેગશાસ્ત્રના ચાર અધ્યાય,
તેમ જ વીતરાગ સ્તોત્ર પર અવસૂરિઓની રચના કરી. આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com