________________
ગસૂરિ પણ
બિ- બ
સફળ
૧૦ ]
કવિ-ચક્રવતિ અચલગચ્છાધિપતિ મેરૂતુંગસૂરિ પણ આ સાહિત્યવર્તુલના વિશિષ્ટ કેન્દ્ર-બિન્દુ બન્યા હતા. તેમણે પ્રભાવક આચાર્ય, સફળ મંત્રીવાદી તેમ જ અનેક નૃપતિ–પ્રતિબંધક તરીકે વિરલ કીર્તિ પ્રાપ્ત કરી છે.
જયશેખરસૂરિની વિદ્વત્તા તથા સાહિત્ય-પ્રતિભા માટે મેરૂતુંગસૂરિને ઘણું માન હતું. જયશેખરસૂરિ કૃત “ઉપદેશચિન્તામણિ” ગ્રન્થ પર તેમણે ૧૧૬૪ ક–પરિમાણની વૃત્તિ સંસ્કૃતમાં રચી. પિતે ગચ્છાધિપતિના ઉચ્ચ સ્થાને બિરાજતા હોવા છતાં તેમના આજ્ઞાવતિ આચાર્યની રચના પર તેમણે વૃત્તિ રચી અને એ રીતે મૂળ ગ્રન્થકર્તાનું બહુમાન કર્યું એ બાબત અહીં ખાસ ઉલ્લેખનીય છે.
મેરૂતુંગસૂરિના શિષ્ય માણિક્યસુંદરસૂરિ જયશેખરસૂરિને વિદ્યાગુરુ કહે છે. જયશેખરસૂરિના સાહિત્ય-વર્તુલમાં માણિજ્યસુંદરસૂરિ પણ આગવું સ્થાન ધરાવતા હતા તેમની ગણના ઉચ્ચ કેટીના સાહિત્યકાર તરીકે થઈ છે. “શ્રીધરચરિત્ર” (રચના વિ. સં. ૧૪૬૩)ના મંગલાચરણમાં તેમણે પિતાના વિદ્યા-ગુરુ જયશેખરસૂરિને કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર કરીને જણાવ્યું છે કે તેમના પ્રસાદથી એ ગ્રન્થ રચાયે. માણિજ્યસુંદરસૂરિએ જયશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હોઈને, તેમ જ જયશેખરસૂરિના લઘુગુરુ-બધુ મેરૂતુંગસૂરિના તેઓ શિષ્ય હોઈને ઉંમરમાં ઘણા નાના હશે એમાં શંકા નથી. માણિક્યસુંદરસૂરિએ વિવિધ વિષયક અનેક ગ્રન્થની રચના કરી.
માણિક્યસુંદરસૂરિએ જૂની ગુજરાતીમાં ગદ્યાત્મક પૃથ્વીચંદ્રચરિત્ર (રચના વિ. સં. ૧૪૭૮ના શ્રાવણ શુદિ ૫, રવિવારે પુરુષપત્તનમાં ) રચ્યું છે. સુપ્રસિદ્ધ સાક્ષર કેશવલાલ હર્ષદ
ધ્રુવ આ કૃતિ વિશે જણાવે છે કે “તે બેલીમાં છે. અક્ષરના, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com