________________
શ્રી જયશેખરસૂરિ ઉપમા” તથા “કવિજન ગાય-ઘડ ભાંજિવાએ કેસરિ જિમ સહઈ” વગેરે વર્ણન પણ એટલું જ ગૌરવાન્વિત છે.
કવિચકવતિ અથવા તો “કવિચક્રધરને મળતું બિરુદ “કવિશક” “જેન કુમારસંભવ” મહાકાવ્યની ટીકા રચનાર ધર્મશેખરસૂરિએ એ ગ્રન્થની પ્રશસ્તિમાં જણાવ્યું છે. એટલે કવિને એ બિરુદ પ્રાપ્ત થયું હશે એમાં શંકા રહેતી નથી. તત્કાલીન સમાજે અથવા તે વિદ્વત્સમાજે કવિને જે બિરુદથી સવિશેષ ઓળખાવ્યા હોય એ એમનું બિરુદ બની રહે છે. કવિનું આ બિરુદ અત્યંત ચલણ બન્યું હશે અને એટલે જ કવિએ સ્વયં પોતાના જ ગ્રન્થમાં પણ તેને ઉપયોગ કર્યો એમ કહેવામાં જરાય હરકત નથી.
જયશેખરસૂરિનું સાહિત્યિક વર્તુલ ઘણું વ્યાપક હતું. અનેક પ્રતિભાશાળી, નામી-અનામી સાહિત્ય-સર્જકો એમની અસર હેઠળ ઉછર્યા હતા. ગચ્છ કે સંપ્રદાયની વાડાબંધીને આ વર્તુલે ભેદી નાખી હતી. કવિ-ચક્રવર્તિ માત્ર અંચલગચ્છના કે જૈન સંઘના જ હતા એમ કેણ કહી કે માની શકે ?
આ વલમાં કવિના વડીલ ગુરુબધુ મુનિતિલસૂરિ સન્માનનીય સારસ્વત હતા એ વિશે ઉલ્લેખ કરી ગયા છીએ. ખુદ ગચ્છનાયક અને કવિચકવતિ પણ તેમને આદર કરતા, અને તેમનું સાહિત્ય-ઋણ સ્વીકારવામાં નાનપ અનુભવતા નહીં એ બાબત ખાસ ઉલલેખનીય ગણાય. છંદશાસ્ત્રમાં “મુનીશેખર” છંદ આવે છે, તેનું નામાભિધાન તેમના નામ પરથી છે કે કેમ તે વિશે જાણી શકાતું નથી. તેમની સાહિત્યકૃતિઓ વિશે પણ ખાસ કોઈએ ઉહાપોહ કર્યો નથી. મુનિ શેખરસૂરિ કૃત “પાર્શ્વનાથ તેત્ર વૃત્તિ”ની પ્રત ઉપલબ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com