________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
[ ૧૧ રહેશે. પ્રતિષ્ઠા લેખમાં જગશેઠના પિતા ઉભયચંદને ઉદયચંદ કહ્યા છે. જગશેઠનું નામ ભારતના રાજકીય ઈતિહાસમાં પણ અમર છે.
(૬) વિ. સં. ૧૬૮૬ ના ચૈત્ર સુદિ ૧૫ ના દિવસે દેવગિરિ નિવાસી શ્રીમાલીજ્ઞાતીય, લઘુશાખીય શ્રેષ્ઠી તુકજીના પુત્ર હાસુજીએ પોતાના કુટુંબ સહિત શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી અને અબુદજીના મંદિરનો કેટ સહિત જીર્ણોદ્ધાર કર્યો.
(૭) વિ. સં. ૧૭૦૨ ના માગસર શુદિ ૬ ને શુક્રવારે દીવ બંદર નિવાસી પ્રાગ્વાટ વંશીય મંત્રી કમલસીએ પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યા.
આ ઉપરાંત પણ ચરિત્રનાયકના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાએના હજારે લેખે ઉપલબ્ધ થાય છે. વિ. સં. ૧૯૬૭ ના વૈશાખ વદિ ૨ ને ગુરુવારે સુધર્માગ૭ના ભટ્ટારક જયકીર્તિ સૂરિના ઉપદેશથી બુરહાનપુરના શ્રેષ્ઠી સની વિમલે ભરાવેલાં જિનબિંબની પ્રતિષ્ઠા પણ કલ્યાણસાગરસૂરિની નિશ્રામાં થઈ ઉત્કીર્ણ લેખોનો આ ઉલ્લેખ પણ મહત્ત્વપૂર્ણ ગણાય. અન્ય ગછના અધિપતિ સાથે ચરિત્રનાયકને કે આત્મીયતાભર્યો સંબંધ હતો તેનું દર્શન આવા લેખે કરાવે છે.
મેરૂતુંગસૂરિની જેમ કલ્યાણસાગરસૂરિ પણ અનેક નૃપતિપ્રતિબોધક તરીકે જેને ઈતિહાસમાં ખ્યાતિ પામ્યા છે. ભેજવ્યાકરણની પ્રશસ્તિમાં એમને “સમગ્ર નૃપ-ચિત્ત-વિનોદકારી” કહ્યા છે તે ઔચિત્યપૂર્ણ છે.
સમ્રાટ જહાંગીરને ચમત્કારિત કરવા સંબંધમાં એક આખ્યાયિકા એવી સંભળાય છે કે મંત્રી બાંધ કુરપાલ
સેનપાલે આગરામાં બે જિનાલયે બંધાવેલાં કેઈના ચઢાવ્યાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com