________________
૧૨ ]
મહારાવ ભારમલજી પ્રતિબોધક સમ્રાટે હુકમ કરેલે કે જે પ્રતિમાઓ ચમત્કાર ન દેખાડે તે અને જિનાલયને ધ્વંશ કરવામાં આવશે. કલ્યાણસાગરસૂન રિના સૂચનથી જહાંગીરે પ્રતિમાને વંદન કરતાં પાષાણ પ્રતિમાએ એક હાથ ઊંચા કરીને સમ્રાટને ઉચ્ચ સ્વરે ધર્મલાભ આપે ! ચમત્કૃત થઈને સમ્રાટે દશહજાર સુવર્ણ મુદ્રિકાઓ સૂરિને ચરણે ધરી. ગમે તેમ, પણ તત્કાલીન પ્રમાણગ્રન્થમાંથી કલ્યાણસાગરસૂરિને “બાદશાહ સલેમ જહાંગીરમાન્ય” તે કહેવામાં આવ્યા જ છે.
કલ્યાણસાગરસૂરિ અને કચ્છના મહારાવ ભારમલજી વચ્ચેને સમાગમ તે ઈતિહાસ–પ્રસિદ્ધ છે. સૂરિના ઉપદેશથી મહારાવે જૈનધર્મના ઉદાત્ત આદર્શોને અપનાવ્યા, તેમ જ પર્વ દિનેમાં અમારિ પડહની ઉદ્ઘેષણાઓ કરાવી. સૂરિ કચ્છમાં સવિશેષ વિચર્યા હોઈને એમની વચ્ચે દીર્ઘસૂત્રી સંપર્ક રહ્યો. આથી જર્મન વિદ્વાન ડે. કલાટે એવું નોંધ્યું કે કલ્યાણસાગરસૂરિએ કચ્છના મહારાવને ધર્મ પરિવર્તન કરાવ્યું.
મહારાવ અને સૂરિ વચ્ચેના પ્રથમ સંપર્ક અંગે એક આખ્યાયિકા એવી સંભળાય છે કે મહારાવ વાના અસાધ્ય રેગથી પીડાતો હતો. એક વખત સૂરિ ભૂજમાં ચાતુર્માસ બિરાજતા હતા. ત્યારે તેમની મહાપ્રભાવક તરીકેની ખ્યાતિ સાંભળીને રાજાએ તેમને પોતાની પાસે તેડાવ્યા. અને પિતાના અસાધ્ય રોગની વાત કરી. ગુરુએ ધર્મ પ્રભાવનાથે મંત્રબળે રાજાને રેગ દૂર કર્યો. આથી હર્ષિત થઈને રાજાએ સૂરિને ચરણે ૧૦૦૦ મુદ્રિકાઓ ધરી, જેને તેમણે અસ્વીકાર કર્યો, ગુરુના ઉપદેશથી મહારાવે માંસાહારના પ્રત્યાખ્યાન કર્યા. ભૂજમાં રાજવિહાર નામક જિનપ્રાસાદ બંધાવ્યો અને
તેમાં ગુરુને ચરણે ધરેલી ૧૦૦૦ મુદ્રિકાએ ખર્ચવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com