________________
શેઠ નરસી નાથા.
[ ૧૫ વિ. સં. ૧૮૯૭ ના માઘ સુદ ૫ ને બુધવારે અંચલગચ્છાધિપતિ મુક્તિસાગરસૂરિના ઉપદેશથી જિનાલયને પ્રતિષ્ઠા મહોત્સવ થયો. શેઠે મૂલનાયકપદે શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. નરસી શેઠના પુત્ર હીરજી શેઠે શ્રી વિરપ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી. શેઠના દત્તક પુત્ર વીરજી શેઠે પણ એ પ્રસંગે શ્રી વીરપ્રભુની દેવકુલિકા બંધાવી. હરભમ શેઠે તથા ભારમલ શેઠે પણ પાછળથી અહીં દર્શનીય જિનાલયે બંધાવ્યાં. જિનાલયને પરિવાર વધતાં આ તીર્થને વીરવસહી” તરીકે ઓળખાવવામાં આવે છે. અબડાસાની પ્રસિદ્ધ પંચતીથી માં આ તીર્થની ગણના થાય છે.
આ ઉપરાંત શેઠે નલિયા અને જખૌ વચ્ચે વિશ્રાંતિગૃહ તથા પરબવાળી વાવ બંધાવ્યાં, તેમ જ ત્યાં ભેજનને પણ પ્રબંધ કર્યો. માંડવીમાં વડે બંધાવ્યું. અંજારના પ્રાચીન જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યું. નલિયામાં ધર્મશાળા બંધાવી તથા અન્નક્ષેત્ર પણ ચાલુ કર્યું, જેના નિભાવ માટે છાદુરાને ગરાસ મેળવ્યો. પાલિતાણામાં પ્રાચીન જૈન ઉપાશ્રયને પણ તેમણે ઉદ્ધાર કરાવ્યું તથા ત્યાં ધર્મશાળા તથા શ્રી ચંદ્રપ્રભુ જિનાલય, તેમ જ ગિરિરાજ ઉપર પણ શ્રી ચંદ્રપ્રભુજિનાલય બંધાવવા સ્વહસ્તે ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત કૂતરાને રોટલે, પંખીને ચણ આદિ નાનાં-મોટાં અનેક કાર્યોમાં દ્રવ્ય વ્યય કરીને શેઠે લક્ષ્મીને સફળ કરી.
શેઠે જીવનભર અનેક સામાજિક તેમ જ ધાર્મિક કાર્યો કર્યા. એમનાં અવશિષ્ટ કાર્યોને પૂર્ણ કરવાને યશ ઉક્ત મંત્રી–ત્રિપુટી ઉપરાંત એમના દત્તક પુત્ર વીરજી શેઠ તથા હરભમ શેઠ, તેમ જ તેમનાં પુત્રવધૂ પૂરબાઈ શેઠાણીને ફાળે
જાય છે. જ્ઞાતિ શિરોમણિને સાંસ્કૃતિક વારસે પૂરબાઈમાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com