________________
૧૬]
જ્ઞાતિ-શિરોમણિ દીપા એમ કહીએ તો પણ ચાલે. એમની પ્રેરણાથી જ નરસી શેઠના નામથી પછીનાં કાર્યો થયાં.
લોકસંગ્રહની અનુપમ કાર્ય–સૌરભથી જગતમાં અહેભાવ જગાડી જઈને જ્ઞાતિશિરોમણિ વિ. સં. ૧૮૯૯ ના માગસરની અમાવાસ્યા (તા. ૧૧–૧૨–૧૮૪૨)ના દિવસે ૬૯ વર્ષનું આયુ પાળીને મુંબઈમાં દેવગતિ પામ્યા. મુંબઈના આ નામાંકિત નાગરિકના માનમાં બધાં બારે બંધ રહ્યાં. જ્ઞાતિમાં તે અમાવાસ્યાની કાલિમા છવાઈ ગઈ
જ્ઞાતિમાતાના મસ્તકને આ અપાર્થિવ મૂર્ધન્ય મણિ આજે પણ તેજપુંજ વર્ષાવી રહ્યો છે. જ્ઞાતિશિરોમણિને અમૂલ્ય વારસે આજે પ્રત્યેક જ્ઞાતિજનોના હૃદયમાં ધબકી રહ્યો છે, એજ એમનું શાશ્વત સ્મારક છે. એક સમયે લગ્નપ્રસંગમાં ગવાતે “નરસી નાથાને લોકો આજે ઘણાના
સ્મરણમાં છે. ચરિત્રનાયક જ્યાં રહેતા એ વિસ્તારના હાર્દસમાં કથા બજારથી ભાતબજારના નાકા સુધીના માર્ગને “નરસી નાથા સ્ટ્રીટ” એવું નામાભિધાન પ્રાપ્ત થયું એ પણ જ્ઞાતિનું સૌભાગ્ય છે. ત્યાં ચરિત્રનાયકનું પૂરા કદનું બાવલું, જે અંગે વર્ષો પૂર્વે પ્રારંભિક સમજૂતિ પણ થઈ ગયેલ છે, તે મૂકવામાં આવે તે આ મહાપુરુષ પ્રત્યેનું ઋણ સ્વીકારવા જ્ઞાતિના આગેવાને કૃત સંકલ્પ છે-નગુણા નથી એવું લાગે. કિન્તુ ચરિત્રનાયક “જ્ઞાતિ મારે માટે શું કરશે?” એવી અપેક્ષાઓ રાખ્યા વિના, જ્ઞાતિ માટે પોતે જે કાંઈ કરી શકે તે બધું કરી છૂટીને વિદાય લઈ ગયા છે...નહિ, આપણાથી ઘણું ઘણું આગળ નીકળી ગયા છે !! જ્ઞાતિના આ અગ્રદૂતને કોટિ કેટિ વંદન !!
કે જ્ઞાતિજન. સાતિશિરોમણે
જ એમનું
પ્રસંગે
–અCShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com