________________
૧૪]
જ્ઞાતિ-શિરોમણિ જ્ઞાતિમેળાથી શેઠની કીર્તિ કચ્છમાં ઘણી વિસ્તરી. કચ્છના મહારાવ દેશળજીએ પણ તેમની કીર્તિથી પ્રભાવિત થઈને તેમની સાથે મૈત્રી સંબંધ સ્થાપે. દેશળજીની સહાયથી શેઠે પુનર્લગ્નને રિવાજ નાબૂદ કરાવે એ વાત સુપ્રસિદ્ધ છે. - હવે આપણે શેઠની ધાર્મિક કારકિર્દીનો પરિચય મેળવીએ. મુંબઈમાં એ વખતે શિખરબંધ જિનાલય નહોતું. જ્ઞાતિબંધુઓની સંખ્યા વધતાં સારંગ શેઠે ત્યાં ગૃહચય કરાવેલું પહેલાં તે જ્ઞાતિને શેઠ કહેવાતે, પરંતુ નરસી શેઠના ઉદય પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. નરસી શેઠે પણ ગૃહત્ય નિર્માણ કરાવેલું, પરંતુ શિખરબંધ જિનાલયની આવશ્યકતા સર્જાતાં અનંતનાથ જિનાલયની નરસી શેઠે સ્થાપના કરી. વિ. સં. ૧૮૮૯ ના શ્રાવણ સુદ ૯ ને દિવસે તેમણે સ્વહસ્તે મૂલનાયકજીની પ્રતિષ્ઠા કરાવી. જ્ઞાતિએ ફાળે એકઠા કરીને આ જિનાલયમાં સાતેક હજાર ખરચેલાં. શેઠના દત્તક પુત્ર હરભમ શેઠે જિનાલયનો ઘણે વિસ્તાર કર્યો. નરસી શેઠની ચિરસ્મૃતિ આ જિનાલયના પાયા સાથે જ જડાયેલી રહી છે. જ્ઞાતિએ એમની બહુમૂલ્ય સેવાઓના ઉપલક્ષમાં મૂલશિખર ઉપર ધ્વજારોપણ કરવાનું અપૂર્વ માન એમને વંશપરંપરાગત આપ્યું. આ ટ્રસ્ટનાં સુકૃત્ય સાથે ચરિત્રનાયકની કીર્તિસુવાસ સમગ્ર ભારતમાં પથરાએલી જોવા મળે છે. - ઉક્ત જિનાલયની સ્થાપના થયા બાદ તેમણે પોતાના વતન નલિયામાં પણ શિખરબંધ જિનાલય નિર્માણ કરાવ્યું. એ વખતે કુંવરબાઈ અવસાન પામ્યાં હેઈને સાંતક તરીકે બેસવા માટે આપ્તજનના અત્યાગ્રહથી શેઠે કચ્છ–બાઈના વેરસી મૂલજીની ફેઈ વીરબાઈ સાથે પુનર્લગ્ન કરેલું. એ
વખતે આ પ્રથા પ્રચલિત હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com