________________
શેઠ નરસી નાથા
[ ૧૩ પણ પહોંચાડતા. સહાય લેવામાં શરમ કે સંકોચ અનુભવતા લોકોને ઘેર તેઓ અનાજના બાચકાઓ મોકલાવી દેતા, અને તેમાં ઘરવખરી વસાવવા માટે થોડી રકમ પણ મૂકતા. એમના આવા ઉત્કટ જ્ઞાતિ-પ્રેમને લીધે તેઓ “જ્ઞાતિ–શિરેમણિ” કહેવાયા. જ્ઞાતિએ તેમને સર્વોચ્ચ બિરુદ આપ્યું.
મુંબઈમાં જ્ઞાતિની સ્વતંત્ર મહાજનવાડી ન હૈ વાથી સામાજિક તેમ જ ધાર્મિક પ્રસંગોમાં સૌને ઘણી અગવડતા પડતી. શેઠના ભાયખળામાં આવેલા એક મકાનને મહાજન વાડી તરીકે ઉપગ કરવામાં આવતું. પરંતુ આ મકાન ઘણું દૂર લાગતું. આથી શેઠે ખડક વિસ્તારમાં મહાજનવાડી માટે મકાન ખરીશું અને જ્ઞાતિબંધુઓની મુશ્કેલી દૂર કરી.
જ્ઞાતિબંધુઓના પ્રશ્નોની પતાવટ પણ શેઠ જાતે જ કરતા. એ વખતે જ્ઞાતિના ઝગડાઓ કેટ-કચેરીઓમાં જતા નહિ. શેઠને ચુકાદો આખરી ગણાતો અને ઉભય પક્ષેને સ્વીકાર્ય ગણાતો. શેઠની “ગાદી”ને પવિત્ર ખ્યાલ આ સંદર્ભમાં રૂઢ થયે. આજે પણ જ્ઞાતિબંધુએ શેઠની ગાદીને અપૂર્વ માન આપે છે. આ પ્રથા એમના મૃત્યુ બાદ પણ ચાલુ રહી.
જ્ઞાતિ–શિરોમણિના ઉત્કટ જ્ઞાતિ–પ્રેમની સર્વોચ્ચ અભિવ્યકિત તેમણે જેલા જ્ઞાતિમેળાઓમાં જોવા મળે છે. આ પહેલવહેલે મેળો વિ. સં. ૧૮૯૭ માં નલિયાના જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે એકત્રિત થયે. બાવન ગામમાં વસતા જ્ઞાતિબંધુઓ એ પ્રસંગે એકત્રિત થયા. વિ. સં. ૧૮૯૭માં તેમણે શ્રી શત્રુંજય તીર્થસંઘ કાઢેલો. ત્યાંથી પાછા નલિયા આવીને એ બીજે જ્ઞાતિમેળે પણ તેમણે ચે. જ્ઞાતિમેળાના માધ્યમ દ્વારા શેઠે જ્ઞાતિની અસ્મિતા જગાડી.
જ્ઞાતિના ઈતિહાસ માટે તે સુવર્ણ–યુગ હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com