________________
મિઠડીઆ મેઘા શાહ
[ ૧૧ ગચ્છાધિપતિ મહેદ્રપ્રભસૂરિના શાખાચાર્ય અભયસિંહસૂરિના ઉપદેશથી થઈ હતી. તીર્થોત્પત્તિ મેરૂતુંગસૂરિની પ્રેરણાથી થઈ.
શ્રી ગોડીજીપાર્શ્વનાથની પ્રતિમા છેલ્લા પાંચ સૈકાઓમાં બહુ પ્રભાવશાળી મનાય છે. આ પ્રતિમા લુપ્ત થતી અને જુદે જુદે સ્થળે પ્રકટ થતી રહેતી. તેની યાત્રાએ મેટા મોટા સંઘે આવતા હતા. કચ્છી શ્રેષ્ઠીવર્યોએ તે તીર્થસંઘની પરંપરા સછે. આ પ્રતિમાને જે રસ્તે થઈ નગરપારકર લઈ ગયા તે સ્થાનમાં શ્રી ગોડીજીનાં પગલાં સ્થાપન થયાં, જે આજે “વરખડી” નામથી ઓળખાય છે. મૂળ તીર્થની સ્થાપના થયા પછી તેને મહિમા ખૂબ ખૂબ ગવાયો છે. શ્રી ગોડીજીના ચમત્કારોની અનેકાનેક વાતો લોકોમાં પ્રચલિત બની. ગઈ શતાબ્દીમાં શેઠ મોતી શાહ જેવા શ્રેણીઓ શ્રી ગોડીજીનું નામ-સ્મરણ કરીને બધાં કાર્યોનો આરંભ કરતા. હિસાબી ચોપડાઓમાં પણ શ્રી ગોડીજીનું નામ શિરેભાગમાં લખવામાં આવતું. જૈનેતરે પણ શ્રી ગોડીજીની માનતા કરતા થયા. અંગ્રેજે પણ આ તીર્થના પ્રભાવથી આકર્ષાઈને ત્યાં દર્શનાર્થે જવા પ્રેરાયેલા, જેને શિલાલેખમાં પણ ઉલ્લેખ છે. અંચલગચ્છની તવારીખમાં તે આ તીર્થને પ્રાદુર્ભાવ એક શકવર્તી ઘટના ગણાઈ છે. અંચલગચ્છના સાહિત્યકારેએ “થરના ઠાકુરને મહિમા ખૂબ ખૂબ ગાયે, કેમ કે તેમના માટે તે એ તીર્થ આસ્થાના પરમ ધામ જેવું હતું. આવા પ્રભાવક તીર્થનું પ્રાચ્ય ફરી ફરી થજે એજ અભ્યર્થના.
–
તુ
–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com