________________
શ્રેષ્ઠી યશોધન ભણશાલી વિશળદેવ રાજાના કારભારી હોવાથી વિસરીઆ મેતા કહેવાયા. વિ. સં. ૧૨૩૬ માં બરડા ડુંગર પાસેના ધુમલી નગ રમાં થયેલા જેતા શ્રેષ્ઠીએ દોઢ લાખ ટંક ખચીને મેટી વાવ બંધાવી હતી, જે જેતાવાવ તરીકે પ્રસિદ્ધ હતી. તેને ધુમલીના વિક્રમાદિત્ય રાજા તરફથી ઘણું માન મળ્યું હતું. આ વંશમાં કચ્છમાં થયેલા સપૂતોએ અનેક દેશતેડાં અને ધૃતલહાણ કરીને નામના કાઢી હતી. વિ સં. ૧૨૯૫ માં રીડાએ શ્રી શંખેશ્વરતીર્થને ઉદ્ધાર કરાવ્યું હતું. આ વંશમાં કેટલાક પુરુષે રાજ્યમાં મેટે હોદ્દો ધરાવતા હેઈને તેમને પરિવાર મહેતા ગેત્રથી પ્રસિદ્ધ થયે. આમ આ વંશમાં અનેક પ્રતાપી પુરુષ થઈ ગયા છે, જેમનાં કાર્યો વિશે ભટ્ટગ્રન્થમાંથી પ્રચુર પ્રમાણમાં મહત્ત્વપૂર્ણ હકીકતો ઉપલબ્ધ થાય છે. અહીં તો આટલો અલ્પ ઉલેખ જ પર્યાપ્ત થશે.
યશોધન ભણશાલીના અંગત જીવન વિશે પણ પ્રાચીન ગ્રન્થોમાંથી સારી એવી માહિતી ઉપલબ્ધ થાય છે. તેણે ત્રણ પત્નીઓ આ પ્રમાણે હતીઃ (૧) જાસલદે (૨) સોની (૩) માની. પહેલી પત્નીથી તેને રંગા નામે પુત્ર થયે. બીજી પત્નીથી સહસા અને આના નામે બે પુત્રો તથા મકાઈ નામે પુત્રી થયાં. ત્રીજી પત્નીથી લખમણ અને લુણા નામે બે પુત્ર અવતર્યા. યશેધને તેના પુત્ર આનાને આનાદે નામની કન્યા સાથે પરણાવ્યું હતું, જેની પુત્રી લક્ષમીવતીને ઓશવાળ જ્ઞાતિમાં, એશિયાનગરીમાં રાજા ભાણાના વંશજ મંત્રી પદમશી વેરે પરણાવી. મંત્રી પદમશી પાછળથી શંખેશ્વર નગરમાં જઈને વસ્યો. તેને છાહિલ નામે પુત્ર થયો. યશોધનના પુત્ર આનાને સંતાન ન હોવાથી તેણે પિતાના દોહિત્ર છાહિલને ખોળે બેસાડેલે. છાહિલને રંગાદે સાથે પરણાવ્યો, જેના પુત્ર યાદવથી એમનો વંશ ચાલે.
અંચલગચ્છના પ્રથમ શ્રાવક યશાધન ભણશાલીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com