________________
૪ ]
અંચલગચ્છનો પ્રથમ શ્રાવક આ બધી બાબતેને એતિહાસિક સરાણે ચડાવવાનું કેઈને સૂઝયું જ નથી. ભિન્નમાલના ચાર ભંગ થયા છે તે પૈકીને એ અંતિમ ભંગ હશે એમ અનુમાન કરી શકાય.
ગમે તેમ, પ્રસ્તુત સંદર્ભમાં આ હકીકત એટલા માટે અગત્યની છે કે ચરિત્રનાયકના દાદા સહદે ઉક્ત ચડાઈ વખતે ત્યાંથી ઉચાળા ભરીને ગુજરાત અંતર્ગત ચાંપાનેર નિકટના ભાલેજ ગામમાં આવીને વસ્યા. ભિન્નમાલને નાશ થતાં લાખે લેકે આવી નિરાધાર દશામાં મુકાઈ ગયા હતા. ભિન્નમાલ ગુજરાતની જૂની રાજધાનીઓમાંનું એક હાઈને, તેમ જ ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર હાઈને લકે ત્યાંથી નાસતી વખતે ગુજરાત તરફ જ નજર દોડાવે એમાં આશ્ચર્ય શું? શ્રેષ્ઠી સહદેની જેમ લાખ લોકેની વણજાર તળ ગુજરાતમાં ઉતરવા લાગેલી.
શ્રેષ્ઠી સહદે ભાલેજમાં કરિયાણાના વેપારી હોવાથી તેઓ ભણશાલી તરીકે પ્રસિદ્ધ થયા. સહદેની પત્નીનું નામ સન્. તેને ભૂજબલ નામે પુત્ર અવતર્યો. ભૂજબલની પત્નીનું નામ સુહવદે. તેના બે પુત્રે આ પ્રમાણે થયાઃ (૧) યશોધન (૨) સમા.
ચરિત્રનાયકની જીવન-સૌરભનું નિરૂપણ કરતાં પહેલાં આ વંશના કેટલાક પ્રસિદ્ધ પુરુષોનાં કાર્યોના અ૫ ઉલ્લેખ અહીં પ્રસંગચિત ગણાશે. આ વંશના મંત્રી સલાખુએ જૂનાગઢમાં શ્રી આદિનાથને શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યું તથા પાટણમાં ચેર્યાસી પૈષધશાળાઓમાં ક૯૫–મહોત્સવ ઉજવીને ઘણું ધન વાપર્યું. વિ. સં. ૧૫૬૦ માં વૈશાખ શુદિ ૩ ને બુધવારે મંત્રી વાઘાએ ભાવસાગરસૂરિના પટોત્સવ પ્રસંગે માંડલમાં પચાસ હજાર મુદ્રિકાઓ ખરચી. સંઘવી
ભામાના ભાઈ ભાણાના સંતાનો કચ્છી ઓશવાળે થયા. તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com