________________
અંચલગચ્છનો પ્રથમ શ્રાવક
વંશની વહી” પ્રાપ્ત થાય છે. તેમાં ઉક્ત યાદવના વંશજોની ચાર-પાંચ વર્ષોની નામાવલી અને અગત્યની ઘટનાઓની નેધ છે. તેમાં માત્ર યાદવનું જ વંશ-વૃક્ષ હોઈને એવું અનુમાન કરી શકાય છે કે યશોધન ભણશાલીના સીધા વારસ કઈ નહિ હોય. ઉક્ત ભાણ રાજાના વંશજ છાડિલ, જેને યશેધનના પુત્ર આનાએ ખોળે બેસાડેલે તેના વંશજે એમના વારસદાર થયા, અને યશોધનના વંશનું નામ કાયમ રાખ્યું.
યશોધન ભણશાલી શ્રીમાળી જ્ઞાતિને હતો, પરંતુ ઉક્ત છાહિલ ઓશવાળવંશને હાઈને આ વંશમાં શ્રીમાલી અને ઓશવાળ પરંપરાની ભેળસેળ થઈ ગઈ છે. મૂળ તેઓ ગૌતમ ગોત્રના હતા. પરંતુ આ ગેત્ર પણ ઉપર્યુક્ત કારણસર શ્રીમાલી અને ઓશવાળ એ બે વંશમાં વિભક્ત થયું. એની શાખાઓ અને પેટા શાખાઓ પણ એ રીતે બે ભાગમાં વહેચાઈ. તેના વંશજો પણ જુદાં જુદાં ગામ અને નગરોમાં પથરાતાં તેઓ ભિન્ન ભિન્ન જ્ઞાતિઓના અંગરૂપે બન્યા. ઉદાહરણાર્થે મહેતા ગેત્ર તથા વિસરી મહેતા ગોત્ર કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિમાં પણ છે, તે આ વંશના જ વંશજો છે એવી જ રીતે વીસા ઓશવાળ જ્ઞાતિનાં કેટલાંક પેટા ગાત્રે અને ઓડકો દ્વારા પણ કહી શકાય.
અગાઉ જણાવાઈ ગયું તેમ યશોધનના પૂર્વજે પરમાર વંશના રાજપૂત હતા. તેઓ જૈનધર્માનુયાયી બનીને શ્રીમાલી વંશમાં સમ્મિલિત થયા. આ ઘટના વિશિષ્ટ ગણાવી શકાય. ક્ષત્રિયએ જૈનધર્મ અંગીકાર કરતાં તેમને સૌને ઓશવાળ વંશમાં સ્થાપવામાં આવેલ. આ રીતે એસવાળે મૂળ ક્ષત્રિય વંશના જ ગણાય છે. કિન્તુ શ્રીમાલીઓમાં પણ ક્ષત્રિયવંશ
પ્રવેશે છે તેમ ઉક્ત ઘટનાથી જાણી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com