________________
શ્રેષ્ઠી યશોધન ભણશાલી
- હાલમાં ભાલેજનગર ગામડામાં ફેરવાઈ ગયું છે, કિન્તુ એ સમયે તે મોટું શહેર હતું. યશોધનની ગણના પ્રાચીન ગ્રન્થમાં ધનાઢ્ય પુરુષ તરીકે છે, એટલે એ જ્યાં વેપાર કરતો હોય તે નગર હાલની સ્થિતિનું ભાલેજ હોય એમ માની શકાય એમ નથી.
યશોધનની કારકિર્દીને રજૂ કરતું એક પ્રાચીન કાવ્ય પણ ઉપલબ્ધ થાય છે. પ્રસિદ્ધ પુરુષ વિશે પહેલાં તેમના ગુણકીર્તનરૂપે આવાં કાવ્યો રચાતાં, અને લોકસાહિત્યની પેઠે અનુગામી પેઢીઓને તે વારસામાં મળતાં. લેકજીભે ચડેલાં આવાં કાવ્યની ભાષામાં પણ સમાચિત પરિવર્તન થતાં, એટલે આવા સાહિત્યનું પુરાણાપણું દૂર ને દૂર હડસેલાતું જતું. નિનૈક્ત કાવ્યનું પણ એવું જ થયું છે. વાંચનારને એમ જ લાગે કે એ સાંપ્રત કૃતિ જ હશે. વાસ્તવમાં આ કાવ્ય ઘણું જૂનું છે. અલબત્ત, જૂની ભાષામાં તે મળી શકતું નથી એ હકીકત છે. જૂની વહીઓમાંથી પણ એના અશુદ્ધ અવતરણે તે સાંપડે જ છે. કાવ્યનું પરિમાર્જિત સ્વરૂપ આ પ્રમાણે છે
ભલું નગર ભાલેજ વસે ભણશાલી ભૂજબલ, તારા પુત્ર જયવંત જશોધન નામે નિરમલ. પાવે પરવત જાત્ર કામ આવીઆ ગહગટ્ટી, નમી દેવી અંબાવી આવી રહીઆ તલહટી. આવી આ સુગુરુ એહવે સમે આર્યરક્ષિતસૂરિવર, ધન ધન જશોધન પય નમી ચરણ નમે ચરિત્રધર. ૧ ધરી ભાવ મન શુદ્ધ બુદ્ધિ પય પ્રણમે સહિ ગુરુ, આજ સફલ મુજ દિવસ પુણ્ય પામીએ ક૯૫તરુ. જન્મ-મરણ ભયભીતિ સાવયવય સાખે,
સમકીત મૂલ સુસાધુ દેવગુરુ ધર્માહ આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com