________________
--
-
-
અંચલગચ્છને પ્રથમ શ્રાવક પરિહરી પાપ શુભ આચરે ધરે ધ્યાન ધર્મનું મહેતા, એ શ્રીમાલી ધુરસખા ધન ધન જશોધન એ સખા. ૨
આર્ય રક્ષિતસૂરિ અને યશેધનના સમાગમને અનુલક્ષીને ઉક્ત બે કંડિકાઓ રચાઈ છે. કાવ્યની બીજી કંડિકાઓ હશે કે કેમ એ કહી શકાતું નથી. કદાચ યશોધનનાં કાર્યોનું વર્ણન પછીની કંડિકાઓમાં હોય પણ ખરું. હાલમાં તે આ બે કંડિકાએ જ ઉપલબ્ધ બની શકી છે.
યશેધન આર્ય રક્ષિતસૂરિના સમાગમમાં ક્યારે અને કઈ રીતે આવ્યો? એ સમયે જૈનસંઘની સ્થિતિ કેવી હતી? એ યુગની આવશ્યક્તાઓ અને આકાંક્ષાઓ શું શું હતી? ઈત્યાદિ બાબતે વિશે જણાવવું અહીં પ્રસ્તુત છે એ બધી જાણકારી વિના અંચલગચ્છના પ્રાદુર્ભાવની મહત્તા સમજી શકાશે નહિ.
અંચલગચ્છ-પ્રવર્તકજીએ માત્ર પાંચ જ વર્ષની નાની વયે દીક્ષા અંગીકાર કરીને ગુરુ જયસિંહસૂરિ પાસે જેનતને અભ્યાસ શરૂ કર્યો. દશવૈકાલિકસૂત્રની એક ગાથાએ એમના મનમાં પ્રશ્નોને વંટોળ જન્માવ્યા. ગાથામાં સચિત્ત પાણીને નિષેધ હતું, જ્યારે ઉપાશ્રયમાં તે સચિત્ત પાણીનાં માટલાંઓ ભરેલાં હતાં, એટલે શિષ્ય ગુરુને પૂછે છે કે આમ કેમ? ગુરુ સમજાવે છે કે આ યુગમાં એ ક્રિયાઓ ન ચાલે શિષ્ય પૂછે છે કે એ કિયા આચરવાથી લાભ થાય કે નુકશાન ? વિશેષમાં એ કહે છે કે –“જે આપની આજ્ઞા હોય તે હું ચારિત્ર માગને સ્વીકાર કરીને શુદ્ધ ધર્મની પ્રરૂપણ કરું.” ગુરુ શિષ્યની ભાવનાને પ્રશંસે છે. શિષ્યને પાંચ અન્ય શિષ્યોને પરિવાર સંપીને ભિન્ન વિહરવાની આજ્ઞા પણ આપે છે, અને એ રીતે અંચલગચ્છ–પ્રવર્તકજીના જીવનમાં નવા અધ્યાયનો
શુભ પ્રારંભ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com