________________
શ્રેષ્ઠી યશેાધન ભણશાલી
એ યુગ ચૈત્યવાસીઓના પ્રાબલ્યને હતો. તેમણે જૈનસંઘમાં શિથિલાચારનું સામ્રાજ્ય જમાવી દીધું હતું. ચૈત્યવાસીઓને રાજ્યાશ્રય મળવાથી તેમનું વર્ચસ્વ વધુ ને વધુ દઢ થતું જતું હતું. વનરાજ, ચગરાજ, ક્ષેમરાજથી તે ઠેઠ સામંતસિંહ સુધીના ચાવડા વંશના રાજાઓ ચૈત્યવાસી સાધુએને રાજ્યગુરુ તરીકે માનતા હતા. પાટણની ગાદી ઉપર રાજ કરતા દુર્લભરાજના સમયમાં એમ બન્યું કે જિનેશ્વરસૂરિએ રાજસભામાં જઈ રાજાના સરસ્વતી ભંડારમાંનું જૈન મુનિએના આચારના સ્વરૂપને દાખવતું દશવૈકાલિકસૂત્ર મંગાવીને ચૈત્યવાસીઓને આચાર તે શુદ્ધ મુનિ–આચાર નથી અને પોતે જે ઉગ્ર અને કઠિન આચાર પાળે છે તે જ શાસ્ત્ર-સંમત છે એમ બતાવી આપ્યું, તેથી દુર્લભરાજે તેમને “ખરતર” એવું બિરુદ આપ્યું. એ પછી ચૈત્યવાસીઓનું જોર નરમ પડતું ગયું. | સુવિહિત મુનિઓને બધે વિહાર શરૂ થયે, કિન્તુ સુવિહિત પરંપરાની પ્રતિષ્ઠાનું કાર્ય તે બાકી જ હતું. આ કાર્ય માટે આર્યરક્ષિતસૂરિ જીવનભર મચ્યા. શિથિલાચારને નિર્મૂળ કરીને સુવિહિત–માર્ગની શાસનમાં પુનઃ પ્રતિષ્ઠા કરાવવી એ સમાન ભૂમિકાને આધારે નૂતન ગચ્છ-સૃષ્ટિનાં મંડાણ થયાં, જેમાં ખરતરગચ્છ, અંચલગચ્છ અને તપાગચ્છ પ્રમુખ છે. ચૈત્યવાસીઓએ જનસંઘમાં અવિધિ કરેલો તેની જગ્યાએ વિધિની પ્રસ્થાપના કરવા આ ત્રણે ગરછાએ જબરે પુરુષાર્થ આદરેલે, એટલે એ ગરછને પર્યાય રૂપે વિધિપક્ષ તરીકે પણ ઓળખાવવામાં આવતા હતા.
અંચલગચ્છની સ્થાપના થઈ એ પહેલાં આર્ય રક્ષિતસૂરિ– એ સમયે વિજયચંદ્ર ઉપાધ્યાય—પાંચ મુનિઓ સહિત લાટ દેશમાં ઉગ્રવિહાર કરતા રહ્યા. તેઓ શુદ્ધ આહાર માટે બધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com