________________
૧૦ ]
અંચલગચ્છને પ્રથમ શ્રાવક ફર્યા, કિન્તુ તેની પ્રાપ્તિ ન થતાં તેઓ પાવાગઢગિરિ ઉપર શ્રી વીરપ્રભુના જિનપ્રાસાદમાં દર્શન કરીને ત્યાં સાગારિક અણુશણ વ્રત લે છે એક માસ સુધી તપ ચાલે છે. પટ્ટાવલીકાર નેધે છે કે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી એમની કઠોર સાધનાને પ્રશંસે છે, જે સાંભળીને ચકેશ્વરીદેવી ગુરુને વંદન કરવા પાવાગઢના શિખર ઉપર પધારે છે. ગુરુના તપથી પ્રભાવિત થઈને તેમને જણાવે છે કે –“અણુશણ કરશે નહિ, ભાલેજનગરથી યશોધન ભણશાલી સંઘ સહિત શ્રી વીરપ્રભુની યાત્રા કરવા કાલે અહીં પધારશે. તમારા આગમત માર્ગની દેશના સાંભળી તે બેધ પામશે. શુદ્ધ આહાર દ્વારા તમારું પારણું થશે.”
દેવીનાં વચનાનુસાર બીજે દિવસે યશોધન ભણશાલી સંઘ સહિત પાવાગઢતીર્થની યાત્રાએ પધાર્યો. એ કાળે પાવાગઢ સુપ્રસિદ્ધ જૈનતીર્થ હતું. યશોધન ગુરુની દેશના સાંભળીને અત્યંત પ્રભાવિત થયે. તેણે શુદ્ધ આહાર દ્વારા તેમનું પારણું કરાવ્યું. ગુરુના ઉપદેશથી પ્રતિબંધિત થનાર સૌ પ્રથમ શ્રાવક તરીકે અંચલગચ્છના ઇતિહાસમાં એ વિરલ કીર્તિ પામે. તેના આગ્રહથી ગુરુ સંઘ સાથે ભાલેજમાં પધાર્યા.
પટ્ટાવલીકાર નોંધે છે કે યશેધન ભણશાલીએ વિજયચંદ્ર ઉપાધ્યાયના ગુરુ જયસિંહસૂરિને આગ્રહપૂર્વક ભાલેજમાં તેડાવ્યા અને તેમની ભાવથી ભક્તિ કરી. ભાજસંઘના આગ્રહથી વિ. સં. ૧૧૬૯ માં વૈશાખ શુદિ ૩ ના દિને ગુરુએ વિજયચંદ્ર ઉપાધ્યાયને આચાર્યપદ પ્રદાન કરીને તેમનું આર્ય રક્ષિતસૂરિ એવું નામાભિકરણ કર્યું. આ રીતે આર્ય રક્ષિતસૂરિના આચાર્યપદ પ્રદાનમાં પણ શ્રેષ્ઠી યશોધન નિમિત્તરૂપ બન્ય.
યશોધને આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી ભાલેજનગરમાં ભરત ચક્રવર્તિની યુક્તિ જેવું શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com