________________
શ્રી ધર્મમૂતિસૂરિ
[ ૧૫
વામાં યશસ્વી નીવડ્યા. ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિની મહાન કારકિર્દીની તેઓ કરછમાં પૂર્વ ભૂમિકા તૈયાર કરતા ગયા. એમનું વિશિષ્ટ પ્રદાન ભૂલી શકાશે નહિ.
ચરિત્રનાયકના આધ્યાત્મિક શાસનમાં આચાર્ય પુણ્યપ્રભસૂરિ થઈ ગયા. તેમનું વંશવૃક્ષ આ પ્રમાણે છેઃ (૧) જિનચંદ્રસૂરિ (૨) પદ્યદેવસૂરિ (૩) સુમતિસિંહસૂરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુદ્રસૂરિ (૭) માણિજ્યકુંજરસૂરિ (૮) ગુણરાજસૂરિ (૯) વિહંસસૂરિ (૧૦) પુણ્યપ્રભસૂરિ (૧૧) જિનહર્ષસૂરિ (૧૨) ઉપાધ્યાય ગુણહર્ષગણિ.
ગચ્છનાયક ભાવસાગરસૂરિના શિષ્ય સુમતિસાગરસૂરિ શિ. ગજસાગરસૂરિ શિ. પુણ્યરત્નસૂરિ પણ ધર્મમૂર્તિસૂરિના સમકાલીન આચાર્ય હતા. પુણ્યરત્નસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિ એ પછી શાખાચાર્ય થયેલા.
ઉક્ત આચાર્યો ઉપરાંત ભાવરત્નસૂરિના શિષ્ય તેજ રત્નસૂરિએ પણ શાખાચાર્ય તરીકે પિતાની કીર્તિ સ્થાપિત કરી છે. આ ઉપરાંત અન્ય આચાર્યો તેમ જ શ્રમણો સારી સંખ્યામાં હતા, જેમાં આ નામે વિશેષ ઉલ્લેખનીય છેઃ (૧) મહોપાધ્યાય વિનયસાગર (૨) મહે. ઉદયસાગર (૩) મહેક દેવસાગર (૪) મહા સૌભાગ્યસાગર (૫) મહો. લબ્ધિસાગર (૬) મહ૦ સુરસાગર (૭) ઉપાધ્યાય સકલમૂર્તિ (૮) ઉપા) નાથાચંદ્ર (૯) ઉપા. માણિક્યચંદ્ર (૧૦) ઉપાટ રાજમૂર્તિ (૧૧) ઉપાટ સકલકીર્તિ વગેરે.
ચરિત્રનાયકના આધ્યાત્મિક શાસન દરમિયાન સાહિત્યપ્રવૃત્તિને પણ ઘણે વેગ મળે. વાચક ક્ષમાસિંધુના શિષ્ય કવિ ડુંગરે વિ. સં. ૧૬૨૨ ના ચૈત્ર વદિ ૨ ને બુધવારે સિંકંદરાબાદમાં રહીને “હેલિકા ચોપાઈ” રચી. આ કવિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com