________________
અનેક પતિ પ્રતિબેધક
ર્યને ધ્યાન બળથી આ વાતની જાણ વ્યાખ્યાન સભામાં થતાં તેમણે મૃડપત્તિ ચળી. શ્રેતાઓએ આનું કારણ પૂછતાં સૂરિએ જણાવ્યું કે “શ્રી શત્રુંજયના યુગાદિદેવના પ્રાસાદમાં દીપકની જવાળાથી ચંદો સળગતો હતો. તે અગ્નિને મેં બુઝાવ્યો.” ખંભાતના સંઘે માણસે મોકલી આ વાતની ખાત્રી કરતાં એ સાચી જણાઈ
કવિ ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં જણાવે છે કે એક વખતે મેરૂતુંગસૂરિની બહેન ચંદ્રાએ તેમને વંદન કરવાને અભિગ્રહ લીધેલ. કિન્તુ તે અત્યંત દૂર હોવાથી આચાર્યને વંદન કરવાને પ્રસંગ તેને પ્રાપ્ત થયું નહોતું. એક વખતે દેવે કરેલા પ્રભાવ-વશથી બહેન મેરૂતુંગસૂરિને વંદન કરીને પ્રસન્નતાપૂર્વક ઘેર ગઈ
એક વખતે તિમિરપુરમાં રાત્રિમાં પ્રચંડ આગ લાગી. આગથી ઘણું જ નુકશાન થાય એમ હતું. પરંતુ ત્યાં બિરાજતા ચરિત્રનાયકે ધ્યાન–બળે એ પ્રચંડ આગને ઓલવી નાખી અને સર્વ લેકે સુખી થયા, એમ ગુર્નાવલીમાં વર્ણન છે.
એક વખતે આચાર્ય વિહરતા વડનગરમાં પધાર્યા. ત્યાં નાગર બ્રાહ્મણનાં ત્રણસો ઘર હતાં, પરંતુ કેઈએ આહાર આપ્યો નહિ. તપ વૃદ્ધિમાં સૌએ સંતોષ માન્યો. એ વખતે એવું બન્યું કે નગરશેઠનો પુત્ર સર્પદંશથી મૂછિત થયે સૌએ તેને મૃત્યુ પામેલો માની લીધો. જેન શાસનની પ્રભાવના કરવા માટે સૂરિએ “૩ નમે દેવ દેવાય” એ સ્તોત્રનો પાઠ કરીને તેના પ્રભાવથી પુત્રને સચેતન કર્યો. આ ચમત્કારથી અનેક નાગરેએ સ્વેચ્છાએ જૈનધર્મ સ્વીકાર્યો. એ વર્ષે સૂરિ ત્યાં જ ચાતુર્માસ રહેલા. જૈન–નાગરોએ વડનગરમાં સૂરિના ઉપદેશથી જિનપ્રાસાદ તથા ઉપાશ્રય બંધાવ્યાં. આજે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com