________________
અને તેમના વંશજો
[ ૩ હતાં નવદંપતી રાત્રે પલંગમાં સૂતા હતાં, એ વખતે નવોઢાના ચોટલાનો આધાર લઈને એક સાપે પલંગ પર ચડીને હરિયા કુમારને દંશ દીધે. સર્પના ઝેરથી તે મૃતપ્રાયઃ થયે. સૌએ તેને મરણ પામેલે માની લીધે. પ્રભાતે તેની સ્મશાનયાત્રા નીકળી. ગાનુયોગ એ સમયે ધર્મઘોષસૂરિ ચૅડિલભૂમિથી પાછા વળતા હતા. તેમણે સામેથી આવતા શેકમગ્ન ડાઘુઓને જોઈને મરનારના સંબંધમાં પૃચ્છા કરી. બધી હકીકતથી અવગત થયેલા આચાર્ય હરિયાકુમારના દેહને જોવાની ઈચ્છા વ્યક્ત કરી. ગુરુએ મને મન વિચાર્યું કે સર્પદંશથી લાંબી મૂર્છાને પામેલા લકે મરણ પામેલા હોય એવા જ લાગે છે. આનાકાની કરતા ડાઘુઓને એટલે જ તેમણે આગ્રહપૂર્વક કહ્યું કે “એક વખત અમને મૃત્યુ પામેલા કુમારને જેવા તે દો!” ડાઘુઓ પુનઃ બબડતા રહ્યા કે “ભગવન્! હવે મડદાને જોવાનું પ્રજન શું?” આચાર્યના અત્યાગ્રહથી ડાઘુઓએ હરિયાકુમારના દેહને દેખાડ. તેના શરીરના લક્ષણે જોઈને સૂરિ સમજી ગયા કે કુમારને દેહ મૂર્છાને લીધે નિચેતન થયેલ જણાય છે. હકીકતમાં તે મૃત્યુ પામ્યું નથી.
પટ્ટાવલીમાં વર્ણન છે કે ધર્મઘોષસૂરિના સૂચનથી હરિયાકુમારના દેહને પુનઃ ગામમાં લાવીને સ્વ-સ્થાને મૂક્વામાં આવ્યા. ગારૂડીમંત્રના પ્રભાવથી ખેંચાઈને આવેલા એ જ સપે પિતાનું વિષ પાછું ખેંચી લીધું! વિષરહિત થયેલ કુમાર સચેતન થયો. એને સજીવન થએલે જોઈને સૌ આનંદ વિભેર થયા. સૂરિના ઉપદેશથી રણમલ ઠાકરે પરિવાર સહિત જૈનધર્મ અંગીકાર કર્યો. ઝાલેર તથા ભિન્નમાલના સંઘે આ નવોદિત જૈન કુટુંબને ઓસવાળ વંશમાં સમાવી લીધું. ઠાકર રણમલના વંશજે હરિયાકુમારના નામ પરથી “હરિયાવંશ” તરીકે પ્રસિદ્ધ થયા. ભગ્રન્થ, તેમ જ પટ્ટાવલીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com