________________
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ પ્રતિબંધનું વર્ષ વિ. સં. ૧૨૬૬ છે, જ્યારે રાસમાં વિ. સં. ૧૨૬૯ છે.
પટ્ટાવલીકાર વિશેષમાં વર્ણવે છે કે હરિયા શાહે વિ. સં. ૧૨૯૬ માં ભાલાણીમાં શ્રી શાંતિનાથ પ્રભુને શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યો તથા એક વાવ પણ બંધાવી.
ભદ્રગ્રન્થમાં હરિયાવંશની કુલદેવી વિશે આ પ્રમાણે વર્ણન છેઃ હરિયા શાહની મામલ નામની દીકરીને દેઢિયા ગોત્રમાં પરણાવી હતી. કર્મવેગે તે બાળ વિધવા થઈ. એ પછી તે ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગી. એક દિવસે તે કાઉસગ્ગ ધ્યાનમાં હતી તે વખતે ઘરમાં આગ લાગી. સૌએ તેને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું, પરંતુ તે ધ્યાનરહિત ન થઈ. આગમાં તેનું મરણ થયું. આ ઘટના પછી હરિયા તેમ જ દેઢિયા એ બેઉ ગેત્રના વંશજોએ મામલદેવીને પોતાની કુળદેવી તરીકે સ્થાપી.
હરિયાવંશ પ્રતિદિન વિસ્તાર પામતે ગયે એટલે તેની ચાર મુખ્ય શાખાઓ આ પ્રમાણે ઉભવી (૧) સહસ્ત્રગણું (૨) કકા (૩) સાંઈઆ (૪) પ્રથલિયા. આ શાખાઓની પણ અનેક એડકે છે.
ભટ્ટગ્રન્થમાં હરિયાગોત્રની મુખ્ય ઓડકોની સૂચિ આ પ્રમાણે આપી છે. મરૂથલીઆ, વીજલ, પાંચારીઆ, સરવણ, નપાણી, સાંઈઆ, કપાઈઆ, દિન્નાણી, કોરાણું, વકીઆણી, પંચાયણી, માણકાણી, ખેતલાણી, સેમગાણી, નીકીયાણી, સધરાણ, હરિયાણી, હરગણુણ, પેથડાણી, સાંયાણ, પિથાણું, કાયાણી, આસરાણી, અભરાણ, ઠાસરીઆ ઈત્યાદિ.
વંશવૃદ્ધિની સાથે જ હરિયાવંશજો બધે પથરાતા ગયા. ખાસ કરીને હાલાર અને કચ્છનાં અનેક ગામમાં તેઓ સ્થિર થઈને રહ્યા. ભટ્ટગ્રન્થોમાં તે તેનો પરિવાર કયાં જઈને વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com