________________
અને તેમના વંશજો તે સંબંધમાં પણ વિગતવાર નેંધ છે. એટલું જ નહિ એમનાં કાર્યોને પણ વહીઓમાં પ્રચુર ઉલ્લેખ છે. હરિયાવંશમાં અનેક સતીઓ થઈ હોવાનું પ્રમાણ ભટ્ટગ્રન્થ પુરું પાડે છે. આ હકીકત ખાસ નોંધનીય ગણી શકાય. હરિયાવંશજોનાં ગામમાં એ બધી સતીઓના પાળિયા પણ હશે જ. કિન્તુ અહીં એ બધી વિગતેમાં જવું અપ્રસ્તુત છે.
ભટ્ટન્થોમાં હરિયાવંશના પ્રતાપી પૂર્વ વિશે હકીકતો જોવા મળે છે. તેમાં જણાવાયું છે કે હરિયાવંશમાં અમરકેટના રહીસ આસર શાહે આસર-વસહી નામને જિનપ્રાસાદ તથા એક વાવ બંધાવ્યાં. ભટ્ટગ્રન્થોક્ત આસર શાહને સમય અજ્ઞાત છે. સંભવતઃ હરિયા શાહના પ્રપૌત્ર આસર શાહ તે હશે. જો એમ હોય તો તેમનું વંશ–વૃક્ષ આ પ્રમાણે થાયઃ (૧) હરિયા (૨) ગુણા (૩) નરીઆ (૪) આસર.
ભટ્ટગ્રન્થ અનુસાર આ વંશમાં આસર શાહ નામના બીજા પણ એક પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા છે, જેમણે વિ સં. ૧૭૨૮ માં કચ્છ અંતર્ગત સાભરાઈ અને ડુમરા વચ્ચે આસરાઈ તળાવ બંધાવ્યું હતું. આ આસર શાહ કચ્છ-લઠેરડી ગામના વતની હતા.
અજ્ઞાત કક “હરીઆવંશ પ્રશંસા રાસની અપૂર્ણ પ્રત પ્રાપ્ત થાય છે. તેમાંથી હરિયા શાહ તેમ જ તેમના બડભાગી વંશજો વિશે પ્રચુર પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ થાય છે. ભટ્ટગ્રન્થમાં કે પટ્ટાવલીમાં આ વંશના આદ્ય પુરુષના પુત્ર વિશે પણ કશી માહિતી નથી, કિન્તુ ઉક્ત રાસમાંથી એ બધી ખૂટતી કંડિકાઓ ઉપલબ્ધ થાય છે. તેમાં જણાવાયું છે કે હરિયા શાહના ગુણ, સામત અને માંડણ નામે ત્રણ પુત્રો હતા. જેમાં માંડણ ઉદાર દિલના હતા. ગુણના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com