________________
૧૦ ]
મહારાવ ગોડજી પ્રતિબોધક ચરિત્રનાયકને પ્રભાવ અધિક ફેલાયો. બુરહાનપુર જૈન ધર્મની પ્રવૃત્તિઓને ગઢ બની ગયે.
અહીં વિદ્યાસાગરસૂરિએ પિતાને અત્યંત પ્રિય વિશેષાવશ્યક સૂત્ર વિવરણ સહિત વ્યાખ્યાનમાં વાંચી સંભળાવ્યું. ત્યાંના સંધાગ્રણી શ્રેષ્ઠી કસ્તુરશાહને તેમણે પ્રતિબંધ આપે. શાહ ભેજા, દોશી દુર્લભ વગેરે શ્રેષ્ઠીવ ગુરુના પરમ ભક્ત બન્યા એ સૌના વિશેષ આગ્રહને વશ થઈને વિદ્યાસાગરસૂરિ વિ. સં. ૧૮૮૬-૮૭ માં ઉપરા ઉપરી બે માસાં બુરહાનપુરમાં જ કર્યા. આ બેઉ ચોમાસા ચિરસ્મરણીય રહ્યાં. ત્યાંના સંઘને અપૂર્વ સ્નેહ તેમણે પ્રાપ્ત કરી લીધું. એ સમયના ઐતિહાસિક સેમાં શ્રેષ્ઠી કસ્તુરશાહને ઉલ્લેખ પ્રચુર પ્રમાણમાં મળતું હોઈને તેમનું ઉચ્ચ સ્થાન સૂચિત થાય છે.
દખ્ખણના વિહાર દરમિયાન વિદ્યાસાગરસૂરિએ ત્યાંના જ્ઞાત-અજ્ઞાત અનેક તીર્થોની યાત્રાઓ કરી. વિ. સં. ૧૭૮૮ માં શીરપુરના સુપ્રસિદ્ધ તીર્થ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની પણ તેમણે યાત્રા કરીને પિતાનું ગાત્ર નિર્મળ કર્યું.
આ રીતે ગ્રામાનુગ્રામ વિહાર કરતા, સ્થાને સ્થાને મિથ્યામતિઓની શંકા-આશંકાઓનું નિવારણ કરતા વિદ્યાસાગરસૂરિ ઔરંગાબાદ પધાર્યા, અહીં મુસલમાનોનું બાહુલ્ય હતું. ત્યાં પણ તેમણે જૈન ધર્મની પતાકા લહેરાવી. ત્યાં શ્રાવિકા સાકરબાઈએ ધામધૂમથી તેમનું સામૈયું કરાવ્યું. ગુરુને સેના-રૂપાનાં ફૂલેથી વધાવવામાં આવ્યા. ઔરંગાબાદ તેમ જ બુરહાનપુરની આસપાસ ગુરુ ઉગ્ર વિહાર કરતા ઘણો સમય રહ્યા. એમના ઉપદેશથી ગ્રંથદ્ધારનું પણ ઘણું કાર્ય થયું. શ્રેષ્ઠીવર્ય કસ્તુરશાહે
આ કાર્યમાં ઘણું ધન ખરચેલું. એ સમયમાં લખાયેલી અમૂલ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com