________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
[ ૧૧
પ્રતા આજે ઉપલબ્ધ થાય છે, જે દ્વારા તે વખતની ગ્રન્થા દ્વાર પ્રવૃત્તિના આપણને ખ્યાલે મળી રહે છે.
-
દક્ષિણુ પથના વિહાર દરમિયાન જ સુરતના સંઘના આગ્રહ ભર્યાં પત્રા આવતા હતા. આથી વિદ્યાસાગરસૂરિને સુરત પાછું ફરવું પડયું. શ્રેષ્ઠી ખુશાલશાહે મેાટી ધામધૂમથી ગુરુને નગરપ્રવેશ કરાવ્યેા અને શ્રીફલની લહાણી કરી. વર્ષો બાદ ગુરુ સુરતમાં પધાર્યાં હાઇને લાકોએ ઘણા ઊમળકા દર્શાવ્યેા.
સુરતના સંઘના આગ્રહથી જ્ઞાનસાગરજીને આચાય પદ પણ ત્યાં જ આપવાનું ઠરાવવામાં આવ્યું. વિ. સં. ૧૭૯૭ ના કાર્તિક સુદિ ૩ ને રવિવારે પદમહાત્સવ ભવ્ય રીતે ઉજવાયે. શાહુ ખુશાલ, મત્રી બાંધવ ગેાડીદાસ અને જીવનદાસે આ પ્રસંગે ઘણું ધન ખરચ્યું. નવાતિ આચાર્ય નું ઉદ્દયસાગરસૂરિ એવું નામાભિકરણ કરવામાં આવ્યું. આ ઉત્સવ આચાર્ય પદ ઉપરાંત અચલગચ્છના ભાવિ પટ્ટધરના સંકેત પણ પૂરી પાડતા હાઇને તે ઘણી શાનદાર રીતે ઉજવાયેા. અચલગચ્છના નેજા હેઠળ સુરતમાં ઉજવાયેલા ભવ્ય ધર્મોત્સવેા, જેમાં અહેાળા સમુદાયે ભાગ લીધા હાય, તેવા આ છેલ્લે પ્રસંગ હતા. એ પછીની અર્ધ શતાબ્દી ખાદ્ય પ્રતિ વર્ષ ત્યાંથી અંચલગચ્છનું પ્રભુત્વ આસરતું ગયું. આજે તા પરિસ્થિતિ ખિલકુલ પલટાઈ ગઈ છે.
સુરતમાં અચલગચ્છના પ્રભાવ વિશે જૈનેતર સાક્ષર મણીલાલ વ્યાસ જેવાને પણ નોંધ લેવી પડી છે કે સં. ૧૭૦૦ થી ૧૮૦૦ સુધીના સૈકામાં સુરતના સંધના આગેવાને ઘણે ભાગે અચલગચ્છના પ્રભાવ હેઠળ હતા. અચલગચ્છના આચાર્યાં અને મેટા માટા પ્રતિષ્ઠિત સાધુએ અહીં ચામાસુ કરી રહેતા હતા. વીસા શ્રીમાલી આગેવાના મુખ્યત્વે તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com