________________
વર્તમાન–પઘસિંહ શાહ
[ ૧૫ તેમણે કરછ તથા હાલારના અસંખ્ય લેકેને પકવાન્ન ભજન કરાવ્યું તથા વાચકને ઘણું ધન આપ્યું. સદ્ગતની સ્મૃતિ રૂપે વિશાળ વાવ તથા તેની પાસે દેરી બનાવીને તેમાં શ્રી શાંતિનાથપ્રભુની પાદુકાઓ સ્થાપી. આ બધાં કાર્યોમાં સર્વે મળીને પંદર લાખ મુદ્રિકાઓનો ખર્ચ થયો. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે કચ્છના મહારાવે વદ્ધમાન શાહના મૃત્યુ બદ્દલ રાજ્યમાં બે દિવસને શેક પાળે. વિદ્ધમાન શાહનાં સ્વર્ગ– ગમનથી આ વિખ્યાત બંધુ બેલડી ખંડિત થઈ. પદ્મસિંહ શાહે વજાઘાત અનુભવ્યું.
વિ. સં. ૧૬૮માં ભદ્રાવતીમાં મરકી, વાયુ તથા જલપ્રલયનો કોપ થતાં સમસ્ત નગર ઉજજડ બન્યું. તેની જાહોજલાલી પણ એકાએક આટોપાઈ ગઈ પદ્મસિંહ શાહને પરિવાર માંડવીમાં વચ્ચે વાદ્ધમાન શાહના ચારે પુત્રે તેમના મામાના તેડાવવાથી ભૂજમાં જઈ વસ્યા. વર્તમાન શાહના સૌથી નાના પુત્ર જગડુ શાહ દાનેશ્વરી થયા. તેમણે એ કાળમાં પડેલા ભીષણ દુષ્કાળ પ્રસંગે અન્નસત્રો ખેલીને લેકને ઉગારેલા. એમના આગ્રહથી કલ્યાણસાગરસૂરિએ આજ્ઞા કરતાં અમરસાગરસૂરિએ વિ. સં. ૧૬૯૧ માં “વદ્ધમાન -પાવસિંહ શ્રેષ્ઠી ચરિત્રમ ” નામક ગ્રન્થ સંસ્કૃતમાં લખેલે એમ એ ગ્રન્થની પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે. એ પછી ત્રણેક વર્ષો બાદ વિ. સં. ૧૬૯૪ ના પિષ શુદિ ૧૦ ના દિને શુભ ધ્યાનપૂર્વક પદ્મસિંહ શાહ પણ માંડવીમાં આ ફાની દુનિયા છોડી ગયા. એમની ચિર વિદાયથી ચરિત્રનાયકની ઉજવળ તવારીખને અંત આવ્યો.
ચરિત્રનાયકનાં સુકૃત્યેનું વર્ણન અંચલગચ્છની પટ્ટાવલી, “વદ્ધમાન-પદ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્ર” ઉપરાંત ઉદયસાગરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com