________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ ડોડિયાલેચા ઓડકથી ઓળખાયા. પ્રમાણગ્રન્થોમાં તેને ભીમ નરેન્દ્ર કહ્યો છે. જુઓઃ “સિરિ પાસ ભવણ મઝે ભીમ નરિંદેણ કહિય પાસ થઈ બેવટ્ટણ નગરમાં ચરિત્રનાયકના ઉપદેશથી તેણે શ્રી પાર્શ્વપ્રભુની સ્તુતિ કરેલી. આ નગરમાં મહેન્દ્રસિંહસૂરિ પિતાના સેળ શિષ્ય સાથે ચાતુર્માસ રહેલા ત્યારનો એ પ્રસંગ છે. અહીં સૂરિએ અષ્ટોત્તરી–તીર્થમાળાની રચના કરીને સામાયિકમાં કહી. ત્યારથી તે કૃતિ સામાયિકમાં સ્થાન પામી, જે આજ પર્યત ચાલુ છે.
દિગંબર મુનિ ભીમસેનનો મહેન્દ્રસિંહસૂરિએ વાકુચાતુર્યથી પરાભવ કરીને તેમને પોતાના શિષ્ય તરીકે સ્થાપ્યા એ સંબંધમાં ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીમાં એક પ્રસંગ છે, જે ધર્મઘોષસૂરિના જીવન-પ્રસંગ જેવો જ છે. એવી જ રીતે કણગિરિના દેદા શાહને પ્રસંગ, જે ધર્મઘોષસૂરિના સંબં ધમાં જણાવ્યું છે, તેને ચરિત્રનાયકના સંબંધમાં ગુર્નાવલીમાં વર્ણવ્યું છે. દેદાશાહની બહેને ભેજનમાં વિષ ભેળવ્યું છે ચરિત્રનાયકના ધ્યાનબળથી જાણી શકાયું અને અનેક શ્રમણોની જિંદગી બચાવી શકાઈ એ વિશે ગુર્નાવલીમાં વિસ્તૃત વર્ણન છે.
એ કાળે અનેક ક્ષત્રિય જૈનાચાર્યોના ઉપદેશથી પ્રતિ બોધ પામીને જૈનધર્માનુયાયી થયેલા. દેદાશાહ પણ એ રીતે જ જૈનધર્માનુયાયી થયા હોય એ સંભવિત છે. તેની બહેનને આ રુચ્યું નહિ હોય એ સ્વાભાવિક છે. ભાવસાગરસૂરિએ તેને “ગુર્વાવલી ”માં “સાધુ પ્રત્યે દ્વેષભાવ રાખનારી” કહી છે તે આ સંદર્ભમાં સૂચક છે. દેદાશાહને તેની બહેનના દુકૃત્યની જાણ થતાં તેણે બધાની માફી માગી.
પ્રમાણ-ગ્રન્થોમાં ઉલ્લેખ છે કે મહેન્દ્રસિંહસૂરિએ પૃથ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com