________________
આગમકલા-મુખ” બિરુદધારક લેકે કહેતા કે વડેરા આલ્હાની દાનશાળામાંથી મળે છે. આથી આલ્હાને વંશ વડેરા તરીકે પ્રસિદ્ધ થયો.
એ પછી આલ્હાને ત્યાંના ઠાકર સાથે અણબનાવ થતાં આ વડેરા કુટુંબ રાત્રીએ ઘરમાં દી સળગતો રાખીને પારકરમાં ઉચાળા ભરી ગયું. પારકરના ચંદારાણાએ આલ્હાને ઘણું માન આપ્યું અને તેને પ્રધાનપદે નિયુક્ત કર્યો. અંચલગચ્છના આ પ્રભાવશાળી શ્રેષ્ઠીવર્ય વિશે ભટ્ટ-ગ્રંથમાં સારી એવી માહિતી સંગૃહીત છે.
શ્રીમાલી જ્ઞાતીના છેડાયણ ગત્રીય જાણું શ્રેષ્ઠીએ વિ. સં. ૧૨૯૫ માં ઉસનગરમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યું, અને તેમાં ચેવિશ જિનેશ્વરની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી. જાણા શ્રેષ્ઠીને વંશમાં રાજમાન્ય પુરુષ થઈ ગયા છે, જેમાંના વેલા અને શિવજીને મેગલ સમ્રાટ શાહજહાંએ ઘણું માન આપ્યું હતું. તેમને શેઠની પદવી મળી હેઈને તેના વંશજે શેઠ કહેવાયા.
પિરવાડ જ્ઞાતીના પુષ્પાયન ગોત્રીય હાથી નામના શ્રેષ્ઠીએ મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી દહીંથલીમાં શ્રી આદિનાથ પ્રભુને જિનપ્રાસાદ બંધાવ્યો, શ્રી શત્રુંજય આદિ તીર્થોની સંઘ સહિત યાત્રા કરી તથા વિસલપુર આદિ ગામમાં અઢાર લાખ રૂપીઆ ધર્મકાર્યોમાં ખરચ્યા. દહીંથલીના વાઘેલા રાજા મંડલિકે તેને પિતાના મંત્રી તરીકે નિમૅ હતો.
- મહેન્દ્રસિંહસૂરિ કાન્હડ રાજાના શાસનકાળ દરમિયાન ઝાલરમાં પધારેલા. તે વખતે ત્યાને ચૌહાણ વંશીય ભીમ નામને રાજપૂત સૂરિને ઉપદેશ સાંભળીને જેનધમી થયો. ભીમે ડોડ ગામમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું જિનાલય બંધા
વ્યું. તેને ડોડગામને અધિકાર મળે તેવાથી તેના વંશજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com