________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ કે વૃક્ષ નીચેનું ધન દુષ્કાળ-પીડિતાને ઉગારવા માટે જ વાપરવું. ગુરુના જણાવવા પ્રમાણે ત્રણ વર્ષને દુકાળ પડ્યો. અને સૂચિત સ્થાને ધનનું નિધાન પણ પ્રાપ્ત થયું. આ ધનને ઉપગ આલ્હા શ્રેષ્ઠીએ દુષ્કાળ–પીડિતે માટે કર્યો.
પટ્ટાવલીમાં વિશેષમાં જણાવાયું છે કે ચરિત્રનાયક આબૂ તીર્થની યાત્રા કરીને થરાદનગરમાં પધાર્યા ત્યારે તપાગચ્છાધીશ દેવેન્દ્રસૂરિ સાથે એમને આ સંબંધમાં વાર્તાલાપ થયે, જેમાં એવું સ્વીકારાયું કે નિમિત્તે કહેવું એ સુવિહિત શ્રમ
ને આચાર નથી. આ આખો પ્રસંગ ઉપજાવી કાઢવામાં આ જણાય છે. પ્રાચીન ગ્રન્થકારોએ જેમને “આગમ કલા મુખ” બિરુદધારક કહ્યા છે એવી વિભૂતિને અન્યાય કરનારો આ પ્રસંગ છે. પ્રમાણુ-ગ્રન્થમાં આવા પ્રસંગ વિશે ક્યાયે ઉલેખ સુદ્ધાં નથી. માત્ર મેરૂતુંગસૂરિના નામે ચડાવાયેલી પટ્ટાવલીમાં જ એ પ્રસંગ છે, જેની પ્રમાણભૂતતા શંકિત છે. તેમાં દેવેન્દ્રસૂરિને એવું કહેતા જણાવ્યા છે કે “તમે કીરાડમાં આલ્હા નામના શ્રાવકને નિમિત્ત કહીને, તેના ઘરમાં રહેલ નિધાન દેખાડીને કૂવા ખેરાવવા આદિ કાર્ય કરાવેલાં છે, પરંતુ તે સુવિહિત સાધુને આચાર કહેવાય નહિ વળી તમે તો સુવિહિત છે, તેથી તમારે આલેચના કરવી જોઈએ.”
ભટ્ટ-ગ્રન્થમાંથી આહા શ્રેષ્ઠીનાં સુકૃત્યોનું ઘણું વર્ણન મળે છે. તેમાં જણાવ્યું છે કે કીરાડૂ ગામમાં ઓશવાળાનાં સવાસાતસો ઘર હતાં, તેમાં આલ્હાનું ઘર વડું કહેવાતું. ત્રિવથી દુકાળમાં તેણે પહેલે વર્ષો દરરેજ એક કળશી, બીજે વર્ષે બે કળશી અને ત્રીજે વર્ષે ત્રણ કળશી અન્ન આપીને લેકોને ઉગાર્યા હતા. તેની કીર્તિ સાંભળીને અસંખ્ય લોકે એનું ઘર પૂછતા આવતા કે અન્ન ક્યાંથી મળે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com