________________
૧૬ ]
સાગર–ખેડુ સાહસવીર આનાકાની વિના મળી રહેતી. અન્ય પેઢીઓમાં આવું ભાગ્યે જ જોવા મળે. તેમાં રકમ જમા ખરી, પણ છૂટા થતાં તે અખાડા જ થાય. વિ. સં. ૧૮૯૨ માં વેલજી શેઠના ભાગીદાર ભેજરાજ દેશર જુદા થયા ત્યારે તેમની જમા રકમ રૂપીઆ ચાર લાખ એમને એક આંકડે જ મળી શકી! એવી જ રીતે એમના કુમઠા ખાતેના મુનીમ વદ્ધમાન પુનશી સ્વતંત્ર પેઢી સ્થાપવાના ઇરાદે વિ. સં. ૧૯૦૩ માં છુટા થયા ત્યારે તેમના નામે જમા રૂપીઆ ચાલીસ હજાર તેમને હસતે મોઢે મળ્યા. અને સાથે સફળતાની શુભેચ્છા પણ!! આવી પોરસ ચડે એવી ભાવના અને નેકદિલીને જેટો ક્યાં મળે?
છપ્પન વર્ષની વયે એમને સારણગાંઠને વ્યાધિ ઉપડ્યો. દેહ ટકશે કે કેમ એવી શંકા રહેતાં એમણે પિતાનું વસિયતનામું તૈયાર કરાવી રાખ્યું. ગ્રાન્ટ મેડિકલના સુવિખ્યાત સર્જન ડો. બાલિંગલે ડો. ભાઉદાજી સમેત દસ ચુનંદા ડોકટરને સાથે રાખીને શસ્ત્રક્રિયા કરી. ૩૭ રતલની તો ગાંઠ નિકળી! દુર્ભાગ્યે ભીતરની ગાંઠ ચડી નહિ. વિ. સં. ૧૯૨૧ માં કાર્તિક શુદિ ૫ (તા ૨૦-૧૧-૧૮૬૪)ને શુક્રવારે તેઓ જીવનની પાર લાંબી સફરે સિધાવ્યા. એમના સ્વર્ગવાસથી બધે શાક છાયા પ્રસરી. ત્રીકમજી શેઠે સદૂગત પાછળ ઘણું દાન-પુણ્ય કર્યું, અને બીજે વર્ષે કેશરિયાજીનો વિશાળ તીર્થસંઘ પણ કાલ્યો. માણસ પોતાના પરાક્રમ-બળે શું કરી શકે છે એનું
વલંત ઉદાહરણ તેઓ મૂકી ગયા. એ પછી વેલા માલ જેવો સાગરખેડુ સાહસવીર જોવા ન મળે. કચ્છની ધીંગી ધરાનું આવું ધીંગુ વ્યક્તિત્વ ફરી ફરી મળે એ જ અભ્યર્થના.
– તુ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com