________________
૪]
અંચલગચ્છ-પ્રવર્તક
આવ્યા. ગુરુની છત્રછાયામાં રહીને બાળમુનિએ વિદ્યાની ઉપાસના શરૂ કરી. પ્રતિદિન તેમના અધ્યાયનું ક્ષેત્ર વ્યાપક થતું જતું હતું. જ્ઞાનનાં વિવિધ સોપાને તેમણે સર કર્યા. આગમેની વાચનાને પણ પ્રારંભ થયે. દશવૈકાલિક સૂત્રમાં તેમણે ઘણું દિલચસ્પી લીધી, કેમકે તેમાં શ્રમણના આચારવિચાર સંબધમાં વ્યાપક વર્ણન છે. તેમનું અધ્યયન મુખપાઠના નહિ પરંતુ જીવન દર્શનને વ્યાપક બનાવવાના ઉદ્દેશથી હતું. આથી તથ્ય અને આદર્શોના અંતરે તેમના માનસમાં ઘર્ષણ જન્માવ્યું. પરિણામે ગુરુ-શિષ્ય વચ્ચે જીવન–પરિવર્તક સંવાદ સજો. તેની દૂરગામી અસરથી ગચ્છના ઈતિહાસમાં તે એક સિમાસ્તંભ રૂપે ઘટાવાયો.
એ સૂત્રની સાતમી ગાથામાં મુનિએ ઉકાળેલું પાણી ગ્રહણ કરવા સંબંધમાં સ્પષ્ટ આદેશ છે. તે બતાવીને શિષ્ય ગુરુને વિનયપૂર્વક પૂછયું કે “આપણે ચારિત્રવાન સાધુ છીએ તો પછી પિશાળમાં ઠંડા પાણીના ઘડા ભરી રાખીએ છીએ તેનું ઔચિત્ય શું?”
બાળમુનિએ કુતૂહલવૃત્તિથી પૂછેલા આ પ્રશ્નથી ગુરુ જરા ચંક્યા. એમની શંકાનું સમાધાન કરવું જ રહ્યું. આમ પણ ધર્મના પાયારૂપ જે સૂત્રને સમજાવ્યા હોય તેનાથી ભિન્ન વર્તણુકને વ્યાજબી કેમ ઠરાવી શકાય? એટલે ગુરુએ ખુલાસો કર્યો–“ઘણાં વર્ષો પૂર્વે લખાયેલાં આ સૂત્રોનું પાલન આ સમયમાં ઘણું દુષ્કર છે.”
એ પ્રમાણે આચરણ કરવાથી લાભ થાય કે ગેરલાભ?” શિષ્ય પોતાની ભાષામાં સ્પષ્ટ પૂછી લીધું.
અલબત્ત, લાભ થાય!” ગુરુ બોલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com