________________
શેઠ ખેતસી ખાંસી ધુલ્લા
[ ૭ કપડાં વગેરે વહેંચ્યું. પિતાના જન્મ સ્થાન સુથરીમાં તેમણે અન્નસત્ર ખેલ્યું. સર વસનજીએ તથા શેઠ જેઠાભાઈ દામજી મેગજીએ સુથરીમાં તેમ જ શેઠ લાલજી શામજીએ નલિયામાં સસ્તા અનાજની દુકાન ખોલીને રાહત કાર્ય કરેલું. હાલારમાં આવું કાર્ય કોણ કરી શકે? આર્થિક રીતે આ વિભાગ ઘણો જ પછાત હતા. આથી ખેતસી શેઠે ત્યાં મદદ પહોંચાડવા પિતાના સ્નેહિ ગોવિંદજીભાઈને મેકલાવ્યા. છ મહિના સુધી ચાલે એટલું અનાજ, કાપડ આદિ સામગ્રી તેમણે હાલારમાં વહેંચીને જીવરક્ષાનું શ્રેષ્ટ કર્તવ્ય બજાવ્યું. તેમના બંધુ હેમરાજ શેઠે પણ આ દુકાળમાં એક લાખ રૂપીઆ ખરચેલા. દલતુંગીના જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે હાલારના મહાજને એક ઠરાવમાં ખેતસી શેઠનાં સુકૃત્યેની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી અને તેમને જગડુશાહ કહ્યા !!
વિ. સં. ૧લ્પ થી ૭૨ સુધીમાં પડેલા નાના-મોટા દુકાળ પ્રસંગોમાં ખેતસી શેઠે ખરા હૃદયથી આ પ્રમાણે સખાવતે કરેલી–નાત, જાત કે ધર્મના ભેદભાવ વગર. દુષ્કાળમાં તેમણે સર્વે મળીને બાર લાખ રૂપીઆ ખરચેલા. એ જમાનામાં પાઈનું ચલણ પણ મોટું ગણાતું. રૂપીઓ ગાડાના પૈડા જેવું લાગે, ત્યારે બાર લાખ રૂપીઆની સખાવત કેટલી મોટી ગણાય એની કલ્પના કરી શકાય છે
ખેતસી શેઠે પિતાનાં આ કાર્ય સબંધમાં જે વિચારે વ્યક્ત કરેલા તે પણ નોંધનીય છે. પોતાના પ્રાણ સમાન પરના પ્રાણ સમજી પરને સુખ આપવાને હમેશાં તત્પર રહેવું એ દરેક મનુષ્યનું પરમ કર્તવ્ય છે. નવિન યુગના વિચારશીલ નવ યુવકોને મારી સખાવતો બહુ મુલ્યવંતી
ભલે ન સમજાય. પણ અન્ન, વસ્ત્ર, અને જળ વગર પ્રાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com