________________
શ્રી મેરૂતુંગસૂરિ
[ ૧૩ ચિન્તામણિ વૃત્તિ (૧૪) નાભાકનૃપકથા (૧૫) સૂરિ મંત્ર કલ્પ (૧૬) સૂરિ મંત્ર સાદ્વાર (૧૭) જીરાપલ્લી પાર્શ્વનાથ સ્તવન (૧૮) સ્તંભક પાર્શ્વનાથ પ્રબંધ (૧૯) નાભિવંશ કાવ્ય (૨૦) યદુવંશસંભવકાવ્ય (૨૧) નેમિદૂત મહાકાવ્ય (૨૨) કૃદુવૃત્તિ (૨૩) ચતુષ્કવૃત્તિ (ર૪) ઋષિમંડલસ્તવ (૨૫) ભાવકર્મપ્રક્રિયા (૨૬) શતક ભાષ્ય (ર૭) નમુથુણંટીકા (૨૮) સુશ્રાદ્ધ કથા (૨૯) લક્ષણશાસ્ત્ર (૩૦) રાજીમતી-નેમિસંબંધ (૩૧) વારિવિચાર (૩૨) પદ્માવતી ક૫ (૩૩) અંગ વિદ્યા ઉદ્ધાર (૩૪) કલ્પસૂત્રવૃત્તિ. આ ઉપરાંત બીજી પણ કેટલીક કૃતિઓ છે.
મેરુતુંગસૂરિએ રચેલા અનેકવિધ પ્રવે પરથી જોઈ શકાશે કે પટ્ટધર તરીકે ભારે જવાબદારી વહન કરી રહ્યા હોવા છતાં તેમણે સમય મેળવીને સાહિત્યના અનેક પ્રકારનું ખેડાણ કર્યું. તેઓ સુંદર ગ્રન્થ મુકતા ગયા છે. એ દ્વારા એમની અસિમ વિદ્યાપ્રિયતા સૂચિત થાય છે. તેત્ર, મંત્રકાવ્ય, ઊર્મિકાવ્ય, મહાકાવ્ય, ઉપરાંત તેમણે નિમિત્ત, લક્ષણ, છંદ, અલંકાર, વ્યાકરણ, વૈદક, ઇતિહાસ, દર્શન અને કર્મવિષયક ગ્રન્થ રચી પિતાની બહુમુખી પ્રતિભાને આપણને પરિચય કરાવ્યું છે. સાહિત્યકાર તરીકે મેરૂતુંગસૂરિનું સ્થાન જે હોય તે ભલે હે, કિન્તુ જેનેએ સંસ્કૃત ભાષાના વિકાસમાં જે ફાળે સેંધાવ્યું છે તેમાં મેતુંગસૂરિને હિસ્સો ઉલ્લેખનીય રહેશે. બીજું, વિવિધ વિષયમાં આટલી મોટી સંખ્યામાં ગ્રન્થ રચનાર તરીકે પણ તેઓનું નામ કદિયે ભૂલાશે નહિ. મહાકવિ કાલીદાસ અને માઘ આદિનાં પંચકાવ્યની જેમ મેતુંગસૂરિએ પણ પાંચ સંસ્કૃત મહાકા રચ્યાં, જેમાનું જૈન મેઘદૂત કાવ્ય તે કાલિદાસના મેઘદૂત કાવ્યને તદ્દન અનુસરતું જ કાવ્ય છે. એમની આ કૃતિ પર સંસ્કૃત ટીકા પણ રચાઈ છે.
સાહિત્ય ઉપરાંત જૈન આગમન વિષયક એમનું જ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com