________________
૧૨ ]
અનેક નૃપતિ પ્રતિબંધક મેરૂતુંગસૂરિના નૃપતિઓ સાથેના સમાગમ વિશે અગાઉ ઉલ્લેખ થઈ ગયેલ છે, તેમાંના કેટલાકે જૈનધર્મ અંગીકાર પણ કરે. તદુપરાંત સૂરિએ સત્યપુર-નરેશ રાઉ પાતા, નરેશ્વર મદનપાલ, ઈડરપતિના કુંવર સુરદાસ, જંબુનરેશ રાઉ ગજમલ ગદ્દઆ, જીવનરાય આદિ નૃપતિઓને ચરિત્રનાયકે પ્રતિબોધ આપ્યો. આ રીતે જેને ઈતિહાસમાં અનેક નૃપતિ પ્રતિબંધક તરીકે વિરલ કીર્તિ પામેલા ગણ્યાગાડ્યાં આચાર્યોમાં મેરૂતુંગસૂરિ પ્રથમ પંક્તિમાં સ્થાન ધરાવે છે. જે મેસતુંગસૂરિ– રાસ ઉપલબ્ધ થઈ શક્યો ન હતો તે આ મહત્વની ઐતિહાસિક શંખલાએ કદિ પણ પ્રકાશમાં આવી શત નહિ મેરૂતુંગસૂરિએ મુસલમાન રાજવીઓ સાથે સમાગમ સ્થાપવાની સૌ પ્રથમ પહેલ કરી.
મેતુંગસૂરિની કીર્તિ મંત્રવાદી તરીકે ખુબ ફેલાઈ છે. આપણે એમના અનેક જીવન પ્રસંગે દ્વારા એક સમર્થ મંત્રવાદી તરીકેનો પરિચય તે મેળવી લીધો છે. એમણે રચેલ
સૂરિ મંત્ર કલ્પ' દ્વારા પણ એમની મંત્રવાદી તરીકેની સિદ્ધિને ખ્યાલ મળી રહે છે. તેમના બહુશ્રુત અને પ્રભાવશાળી વ્યક્તિત્વમાં એમનાં મંત્રવાદીપણુએ પણ અગત્યને ભાગ ભજવ્યો છે.
જેનવામયમાં મેરૂતુંગસૂરિનું પ્રદાન મૂલ્યવાન ગણાય છે. તેમણે વિવિધ વિષયક અનેક ગ્રન્થની રચના કરી છે. જે આ પ્રમાણે છે(૧) કામદેવચરિત્ર (૨) સંભવનાથચરિત્ર (૩) કાત– બાલાવબોધ (૪) આખ્યાત-વૃત્તિ-ટિપ્પણ (૫) જૈન મેઘદૂત (૬) વદર્શન સમુચ્ચય (૭) ધાતુ પારાયણ (૮) બાલાવબોધ વ્યાકરણ (૯) રસાધ્યાય (૧૦) સપ્રતિભાષ્ય ટીકા (૧૧) લઘુશતપદી (૧૨) સતપદી સારોદ્ધાર (૧૩) ઉપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com