________________
“કપ* Cહ બહુ બુથ સીલ કિમ હું
૧૪ ]
કવિ-ચક્રવતિ ઉદયધર્મે “ત્રિભુવનદીપક પ્રબન્ધ”ના નિમ્નક્ત દૂહાને પિતાના કલ્પદ્રુમ” ગ્રન્થમાં ઉધૃત કર્યો છે – નર નર સિલું બહુ બુલૂણી, ઘરિ ઘરિ ગોઠિ ભમંતિ; સહિયાં મિસિ બહરિ વસઈ તે સુસીલ કિમ હૃતિ? (૧૫)
ઠેઠ વિક્રમની ૧૮ મી સદી સુધીના કવિઓ આ રીતે જયશેખરસૂરિની કલ્પનાઓનું અનુસરણ કરતા રહ્યા. ઉદાહર @ાથે ખરતરગચ્છીય સુમતિરંગે વિ. સં. ૧૭૨૨ માં “પ્રબોધ ચિન્તામણિ રાસ” રમ્યા. તેનાં અપર નામ “જ્ઞાનકલા ચોપાઈ” તથા “મેહવિવેકની ચોપાઈ” છે. કવિ ધર્મમંદિરે વિ. સં. ૧૭૪૧ માં “પ્રબંધ ચિન્તામણિ રાસ” અપર નામ “મેહ વિવેકને રાસ” ર. કવિ લાભવદ્ધને વિ. સં. ૧૭૪૨ માં, કુશલલાભ વિ. સં. ૧૭૪૮ માં અને ઉદયરત્ન તેમ જ નેમવિજયે રચેલ ધર્મબુદ્ધિ-પાપબુદ્ધિ રાસ આદિ કૃતિઓ એક યા બીજી રીતે જયશેખરસૂરિની ઉક્ત રૂપક કૃતિનું અનુસરણ જ છે.
આ રીતે જયશેખરસૂરિની કલ્પનાઓનું અનુસરણ પછીની ત્રણ–ચાર શતાબ્દીઓ સુધી થતું રહ્યું હોઈને તે વિશે જણવવું પણ અહીં પ્રસ્તુત ગણાશે. એ વખતે કૃષ્ણમિશ્ર નામના એક સન્યાસીએ સંસ્કૃતમાં રચેલ “પ્રબોધચન્દ્રોદય” નાટકના ત્રીજા અંકમાં દિગંબર ક્ષપણુકનું નિન્દ દશ્ય દર્શાવીને જૈનધર્મને ઉપહાસ કરેલે. એ જોઈને જયશેખરસૂરિએ “પર પ્રવાદીઓના મિથ્યા વાકપ્રહારેના પ્રતિકારરૂપ, લેકપ્રચલિત પાખંડ અને લકત્તર ધર્મના સત્ય સ્વરૂપને પ્રકાશિત કરન ર સંસ્કૃત
પ્રબંધચિન્તામણિ”ની અને ગુજરાતી આ “ત્રિભુવનદીપકપ્રબંધ”ની રચના કરી હોય એમ એ ગ્રન્થોનું તુલનાત્મક દષ્ટિએ નિરીક્ષણ કરતાં જણાઈ આવે છે.” પંડિત લાલચંદ્ર ભ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com