________________
સાગરખેડુ સાહસવીર અથે કે ચીન તથા અલ્પાઈ ખાતે મોકલવામાં આવ્યા. પિતાની વ્યાપાર-પટુતાથી મેઘજી દેવશીએ ત્યાં ધમધોકાર વેપાર કર્યો અને જબરી નામના જમાવી. મલબારની વેપારી આલમમાં એમનું નામ મશહૂર થયું.
રૂના વ્યાપાર માટે કુમઠામાં મોટી પેઢી સ્થાપવામાં આવી. વેલજી શેઠે ત્યાં પિતાના મુનીમ તરીકે વર્તમાન પુનશીને નિયુક્ત કર્યા. એ સમયમાં માલની હેરફેર મુખ્યત્વે દરિયા માગે જ થતી હોઈને કુમઠા બંદર રૂના વ્યવસાય માટે અગત્યનું કેન્દ્ર બની ગયેલું. કચ્છી વેપારીઓએ અહીં પોતાનું વર્ચસ્વ જમાવેલું. વદ્ધમાન પુનશીને રૂના વેપારમાં સારે યશ મળે કાપડ મિલ ઉદ્યોગ વિકાસ પામતે જ હેઈને રૂને ખપ ઘણો હતે. વેલજી શેઠ રૂના વેપારમાં ઘણું કમાયા. હવે એમને ભાગ્યરવિ મધ્યાહને તપતો થયો.
એમની ચડતી કળામાં જ એમને પુત્રપ્રાપ્તિ થઈ. વિ. સં. ૧૯૦૨ ના કાર્તિક શુદિ ૧ ને શુક્રવારે ત્રીકમજી શેઠને જન્મ થયો. બેસતા વર્ષને દિવસે પુત્ર–રત્ન પ્રાપ્ત થતાં એમના જીવનમાં આનંદનો હિલોળે આવ્યું. એ વખતે એમની ઉંમર ૩૭ વર્ષની હતી. ત્યાર બાદ તેમને ઉમરશી નામે પુત્ર અને પદ્માબાઈ નામે પુત્રી થયાં. પોતાના પુત્રના નામે વિ. સં. ૧૯૦૮ માં વેલજી શેઠે ત્રીકમજી વેલજીની કુાં ની સ્થાપના કરી. આ પેઢીએ મલબાર સાથે વેપાર સંકેલીને માત્ર રૂને વ્યાપાર જ હાથ ધર્યો, કેમ કે એમાં નફે ઘણે રહેતે. આ પેઢીને ભાગીદારે હતાઃ પરબત લદ્ધા, ગેવિદજી લદ્ધા સામત ભીમશી, પરબત પુનશી, નાંગશી દેવણધ, હીરજી ઉકેડા અને રતનશી દામજી.
દેશ–પરદેશનાં પાણી પીનાર વેલજી શેઠની સંપત્તિ પ્રતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com