________________
શેઠ વેલજી માલુ
[ ૭
વટી કહેવાતા હતા. પરંતુ કેઈએ વેલજી શેઠ જેવી જીવ સટો. સટ દરિયાઈ સફરો ખેડવાનો લહાવે માર્યો નહિ. વેલજી શેઠ જેવા વજ પુરુષને જ એ લહાવો પ્રાપ્ત હોય. વેલજી શેઠ કચ્છી પ્રજાની ઝિંદાદિલીના પ્રતીક બન્યા.
વેલજી શેઠે આવી ચારેક દરિયાઈ સફર ખેડીને મોખા, બસરા, એડન, હોડેડા, જંગબાર, એલેકઝાડ્યિા , મસ્કત વગેરે વેપારી બંદરો સાથે વેપાર કર્યો. ભારતમાંથી ગરમ અને સુતરાઉ કાપડ, વાસણા, અનાજ વગેરે અરબસ્તાન તથા આફ્રિકાના દેશમાં વેચ્યાં, તેમ જ ત્યાંથી હાથીદાંત જેવી કીંમતી ચીજો તથા ખજૂર, ખારેક વગેરે તેઓ વેચવા ભારતમાં લઈ આવ્યા.
એકાદ દસકા સુધી વિદેશની લાંબી અને સતત દરિયાઈ સફરે બાદ વેલજી શેઠ મુંબઈમાં ઠરી–ઠામ થયા. મુંબઈમાં બેઠા દૂર દૂરના પ્રદેશો સાથે વેપાર જમાવવાના હવે એમને કેડ જાગ્યા. ગાંઠે સારી પૂંજી અને હિમ્મત પણ જબરી એટલે ધાર્યું કામ પાર પાડી શકે એમ હતું. દેશાટનથી એમને આત્મવિશ્વાસ પણ બેવડાતે ગયેલો. એ અરસામાં જ્ઞાતિશિરોમણિ શેઠ નરશી નાથાએ વ્યાપારક્ષેત્રે સરસાઈ મેળવી લીધેલી. એમનું પ્રારબ્ધ અને વેલજી શેઠને પુરુષાર્થ બને જેટો મળે એમ નથી. બન્નેના વ્યક્તિત્વનું સમન્વય શેઠ કેશવજી નાયકના જીવનમાં જોવા મળે છે. આ ત્રિપુટીએ એ કાળે પિતાની જ્ઞાતિને આબાદીના સર્વોચ્ચ શિખરે મૂકી. એમનાં કાર્યોએ કચ્છી પ્રજાને પોરસ ચડાવ્યું.
વિકમના ૧૯ માં શતકના અંતિમ ચરણમાં વેલજી શેઠે મલબાર સાથે મેટો વેપાર જમાવવા સાતતાળમાં પિતાની
પેઢી સ્થાપી. અને એમના સાળા મેઘજી દેવશીને વ્યાપાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com