________________
અંચલગચ્છનો પ્રથમ શ્રાવક અંચલગચ્છનો આવિર્ભાવ થયે હોઈને બેઉનું મિલન ગચ્છની તવારીખમાં યાદગાર બની ગયું.
યશોધનના પૂર્વજો વિશે ભટ્ટમાંથી અનેક બાબતો જાણવા મળે છે. અહીં તે અગત્યની જાણકારી જ પ્રસ્તુત છે. મૂળ તેઓ પરમાર વંશના રાજપૂત. વિ. સં. ૪૮૪ માં એમના પૂર્વજ પ્રતાપમાં ઉજજેનનગરીના રાજવી હતા. એકદા તેઓ વનમાં શિકાર કરવા ગયેલા. ચંદ્રગચ્છના રત્નદેવસૂરિ વનમાં કાઉસગ્નધ્યાનમાં હતા. તેમને જોઈને રાજા વંદન કરીને ધર્મ વાર્તા સાંભળવા ત્યાં બેઠો. સૂરિએ તેને જીવહિંસા કરવાથી નર્કગતિ પ્રાપ્ત થાય તે સંબંધક દષ્ટાન્ડે આપ્યા. રાજા તેમના ઉપદેશથી પ્રભાવિત થયે. પોતે નિ:સંતાન હોવાની વાત તેણે સૂરિને કહી. સૂરિએ તેને ધર્મારાધન કરવા કહ્યું. રાજાએ આઠ ઉપવાસ કરીને ભવાની દેવીની આરાધના કરી. દેવી પ્રસન્ન થયાં. દેવીના વરદાનથી રાજાને પુત્ર-પ્રાપ્તિ થઈ. એટલે રાજાએ ગુરુના પગ પકડીને કશુંક માગવાનું કહ્યું. ત્યાગી ગુરુ શું માગે? રાજાનો આગ્રહ જોઈને માગ્યું કે “તમે અમારા શ્રાવક થાઓ.” સૂરિના ઉપદેશથી પ્રતિબંધિત થઈને રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો; શ્રી શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર, સમ્મતશિખર વગેરે તીર્થોની યાત્રાઓ કરી. ભટ્ટગ્રન્થોમાં ઉલ્લેખ છે કે રાજાએ સંઘ સહિત યાત્રાઓ કરી, જેમાં વીસ હજાર સેજવાલે હતા. તીર્થસંઘેમાં તેણે પચીસ લાખ મુદ્રિકાઓ ખરચી. એમના વંશમાં કેટલીક પેઢીઓ બાદ જૈનધર્મ વિસરાઈ ગયે.
રાજા પ્રતાપમલના વંશમાં વિજયાજી વિ. સં. ૭૯૫ માં ભિન્નમાલમાં થયા, જેમને ઉદયપ્રભસૂરિએ પ્રતિબોધ આપીને જૈનધર્માનુયાયી કર્યા. ભટ્ટગ્રન્થો વિશેષમાં નોંધે છે કે તેઓને
શ્રીમાલીવંશમાં સ્થાપવામાં આવ્યા. ગૌતમગાત્રથી ઓળખાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com