________________
૧૨ ]
ચારવાળા જિનાલયના નિર્માતા જલયાત્રાદિ મહોત્સવ બાદ કલ્યાણસાગરસૂત્નિા ઉપદેશથી જિનબિંબની અંજનશલાકા થઈ શિખરબદ્ધ પ્રાસાદમાં શ્રી સંભવનાથ પ્રભુના બિંબની સ્થાપના કરવામાં આવી. અંચલગચ્છની પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે પપ૧ જિનબિંબની રાજસી શાહે પ્રતિષ્ઠા કરાવેલી તેમના પિતા તેજસી શાહે પહેલાં બંધાવેલા જિનમંદિરની આસપાસ ચારે બાજુ તેમણે બંધાવેલી દેવકુલિકાઓમાં વિ. સં. ૧૬૭૫ ના વૈશાખ દિ ૮ ને દિવસે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી જિનબિંબની પ્રતિષ્ઠા થઇ. આ કાર્યમાં રાજસી શાહે ત્રણ લાખ મુદ્રિકાએ ખરચી. પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે તેમણે સ્વામીવાત્સલ્ય કરવા પૂર્વક પિતાની ઓસવાળ જ્ઞાતિના માણસોને સાકર ભરેલી પિત્તળની થાળીઓની પ્રભાવના કરી.
મેઘમુનિ કૃત રાસમાં રાજસી શાહે ચૌમુખ જિનપ્રાસાદ પાછળથી બંધાવ્યું તે વિશે પણ વર્ણન છે. તેમાં જણાવાયું છે કે વિ. સં. ૧૬૮૨ માં રાજસી શાહે મૂલનાયક ચૈત્યની પાસે ચૌમુખ વિહાર બનાવ્યું. ગજજર રૂપસી તેના સૂત્રધાર હતા. તેઓ વાસ્તુવિદ્યાના વિશારદ હતા. તેમણે ચૌમુખ પ્રાસાદની રચના ઉત્કૃષ્ટ કરી. આ શિખરબદ્ધ પ્રાસાદના તરણે, ગવાક્ષે, ચોરી ઈત્યાદિની કેરણી અત્યંત સૂક્ષ્મ અને પ્રેક્ષણીય હતી. નાટ્ય પૂતળીએ કળામાં ઊર્વશીને પણ મહાત કરી દેતી હતી. જગતીમાં આમલસાર પંક્તિ, પગથિયાં, દ્વારે, દિકપાલ, ઘુમ્મટ વગેરેથી ચાર મજલાવાળે પ્રાસાદ સુશોભિત હતે. ચારે દિશાઓમાં ચાર પ્રાસાદ કૈલાશ શિખરે જેવા લાગતા હતા. પાસે એક વિશાળ ઉપાશ્રય પણ બંધાવ્યું.
હર્ષસાગર કૃત રાસમાં રાજસી શાહનાં અન્ય કાર્યોનું વર્ણન આ પ્રમાણે છેઃ ભલશારણિ ગામમાં ફૂલઝર નદી પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com