________________
શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા
[ ૧૧ ઉત્કૃષ્ટ સ્થાપત્ય ગણાયું. તેમાં શ્રી નેમિનાથની ચેરી હોઈને ચેરીવાળા જિનાલય તરીકે તે સુવિખ્યાત થયે.
જિનાલયનું કામ સંપૂર્ણ થતાં પ્રતિષ્ઠા કરવાના હેતુથી આચાર્યપ્રવર કલ્યાણસાગરસૂરિને જામનગરમાં પધારવા વિનંતી પત્ર પાઠવવામાં આવ્યું. રાજસી શાહ સમેત શ્રી સંઘના આગ્રહથી અંચલગચ્છાધિપતિ, સમ્રાટ જહાંગીરને માન્ય” એવા કલ્યાણસાગરસૂરિ વિ. સં૧૯૭પમાં જામનગરમાં પધાર્યા. ત્યાં ઘણા ઉત્સાહથી પ્રતિષ્ઠામહત્સવનો પ્રારંભ થયે. સૂરિની દેશના શ્રવણ કર્યા બાદ રાજસી શાહે પ્રતિષ્ઠા-મુહૂર્ત કઢાવ્યું. વૈશાખ શુદિ ૮ ને દિવસ નક્કી કરી તૈયારી કરવામાં આવી. મધ્યમાં માણેકસ્તંભ સ્થાપિત કરી વિશાળ મંડપની રચના કરવામાં આવી. ખાંડ ભરેલી થાળી અને મુદ્રિકા સાથે રાજસી શાહે સમસ્ત જૈનને લહાણું કરી. ચોર્યાસી જ્ઞાતિના મહાજનેને નિમંત્રિત કરીને જમાડ્યા અનેક પ્રકારના મિષ્ટાન્ન, પકવાનેથી ભક્તિ કરવામાં આવી. ભેજનાન્તર સૌને શ્રીફળ આપવામાં આવ્યાં.
રમણીય અને ઊંચાં મંડપમાં કેસરના છાંટણા છાંટવામાં આવ્યાં. જલયાત્રા મહોત્સવ વગેરેમાં પ્રચૂર દ્રવ્ય વ્યય કર્યો. પ્રતિષ્ઠા-મહેશત્સવ પ્રસંગે સમગ્ર નગરને શોભાયુક્ત કરવામાં આવ્યું. રાજમાર્ગોને કમાન આદિથી શણગારવામાં આવ્યાં. તડકાથી બચવા તંબૂઓ પણ તાણવામાં આવ્યા. વિવિધ ચિત્રાદિથી સુશોભિત થયેલું શહેર દેવવિમાન જેવું લાગતું હતું. રાજસી શાહના પુત્ર રામુ. ભ્રાતૃ-પુત્રે નેતા, ધારા. મૂલા, તથા સમા, કર્મસી વગેરે; સંઘાગ્રણી વદ્ધમાન-પદ્યસિંહ, તેમના પુત્રે વીજપાલ, શ્રીપાલ આદિ ચતુર્વિધ સંઘમાં રાજસી શાહ શિરેમેર હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com