________________
૮ ]
લસ ક્ષત્રિય પ્રતિબંધક વરણ તૈયાર કરવામાં આવ્યું અને ખુદ જયસિંહસૂરિ પાછળ મારા મોકલવાનું પયંત્ર રચવામાં આવ્યું! જે કે એ દુષ્ટો જ અંદરોઅંદર લડવા લાગ્યા અને અંતે જયસિંહસૂરિએ જ એમને બચાવ્યા! આવા કુલુષિત વાતાવરણમાં મૂળ પ્રસ્તાવ દૂર ઠેલાઈ ગયે.
સમાન સામાચારીના સંદર્ભમાં બીજી એક આખ્યાયિકા પણ પટ્ટાવલીકારે વર્ણવે છે. કુમારપાલ રાજાને કેઈ ઇર્ષાળુ શ્રાવકે ચડાવ્યા કે “આ૫ ભાદરવા સુદી ૪ ને દિવસે સાંવત્સરિક પર્વનું આરાધન કરે છે પરંતુ અહીં કેટલાક મુનિઓ ૫ ને દિવસે તે પર્વ આરાધે છે. આ ધર્મભેદ આપના નગરમાં શોભે નહિ!” આથી રાજાએ ઉતાવળમાં હકમ કર્યો કે પાંચમને દિવસે સાંવત્સરિક પર્વના હિમાયતીઓએ આજથી મારા નગરમાં રહેવું નહિ.
રાજાની આજ્ઞાથી અનેક ગચ્છના મુનિએ પાટણમાંથી વિહાર કરી ગયા. પરંતુ જયસિંહસૂરિ ત્યાંજ રહ્યા. તેમણે વ્યાખ્યાનમાં નવકાર મંત્રનું વિવરણ શરૂ કર્યું હતું. એટલે રાજાને તેમણે કહેવડાવ્યું કે એ વિવરણ પૂરું કરીને જાય કે અધૂરું મૂકીને જાય? જયસિંહસૂરિનું પાંડિત્ય સુવિદિત હેઈને રાજ સમજી ગયા કે વર્ષો સુધી તેઓ નવકારમંત્રનું વિવરણ કરવા સમર્થ છે. આથી રાજાએ ઉપાશ્રયમાં સ્વયં જઈને તેમની ક્ષમા યાચી જયસિંહસૂરિ પાટણમાં રાજાની વિરુદ્ધ અડગ રહ્યા હોવાથી તેમનો સમુદાય અચલગચ્છ તરીકે ઓળખાય એવી ઉક્તિ પ્રચલિત છે.
કુમારપાલ સાથે ચરિત્રનાયકને સંપર્ક વર્ષોજૂને હતો. રાજાની પ્રેરણાથી ચરિત્રનાયકે તારંગા તીર્થની યાત્રા કરેલી. રાજાએ આ તીર્થનો ઉદ્ધાર કરાવ્યા બાદ યાત્રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
3
)