________________
૪]
કચ્છના અર્વાચીન જગડુશાહ કરી દે છે, એવું આ કુટુંબના ભાગ્ય-ચંદ્રનું પણ થયું બાળક હીરજીના જન્મની સાથે જ જાણે એમનું પુણ્યતેજ પૂર્ણકળાએ પ્રકટી ન નીકળ્યું હોય તેમ સેજપાર ખેતસીની પિઢીને એ વર્ષે અકપ્ય ન થયે! એટલે સૌ ભાઈઓને થયું કે આ બડભાગી બાળકને નામે જે વેપાર કરવામાં આવે તો મબલખ ન થાય. આથી એજ વર્ષે હીરજી ખેતસી કુંડની
સ્થાપના થઈ. આ નવી પેઢીની સફળતાએ વ્યાપાર ક્ષેત્રે નવા નવા વિકમ સ્થાપ્યા. ખેતસી શેઠની ગણના કેહ્યાધિપતિ તરીકે થવા લાગી મુંબઈના નામાંકિત શહેરી તરીકે તેઓ પંકાયા.
ખેતસી શેઠ આપ બળે આગળ આવ્યા હોઈને સ્વાભાવિક રીતે તેમણે જીવનની તડકી-છાંયડી જોઈ હોય. સ્વભાવે તેઓ મિલનસાર અને સરળ પ્રકૃતિના હતા. પૈર્યવાન તથા સાહસિક પણ એવા જ. એમના જીવનમાં ધાર્મિક્તા અને ભદ્રતા સવિશેષ દૃષ્ટિગોચર થતાં. ગરીબીમાં નમ્યા નહિ અને અમીરીમાં છક્યા નહિ. વડીલના ધર્મસંસ્કારને તેમણે જીવનમાં કૃતાર્થ કર્યા.
તેમની પાસે શાળા કે કોલેજની કેઈ ઉપાધી નહોતી એ ખરું, પરંતુ રૂની પરખ અંગે તલસ્પર્શી જ્ઞાન હતું. લેકે તેમને રૂનાં વ્યવસાયના “માસ્ટર ગ્રેજ્યુએટ તરીકે ઓળખાવતા. તેમની પાસે રૂનો નમૂને રજૂ કરે તો પ્રથમ તેઓ તેને હાથમાં લેતાં જ નિરીક્ષણ કરી લેશે. પછી તેને બે હાથ વચ્ચે અથવા તે જે બેઠા હોય તે સાથળ ઉપર મૂકીને પંપાળશે અને પંપાળતા પંપાળતા સ્વાભાવિક રીતે જ ઉદુગારી ઉઠશે કે આ તે ખાનદેશનું રૂ છે !
પિતે સ્વતંત્ર વ્યાપાર શરૂ કર્યો એ પછી થોડાં વર્ષોમાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com